Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Antisocial Elements : પોલીસ ચોપડે અસામાજિક તત્વ જાહેર થયેલા પૂર્વ સરપંચે જમીન વિવાદમાં હથિયારો સાથે ઘાતક હુમલો કર્યો

ઘટના મામલે બાવલુ પોલીસ (Bavlu Police) સામે આરોપો લાગતા તે શંકાના દાયરામાં આવી ગઈ છે.
antisocial elements   પોલીસ ચોપડે અસામાજિક તત્વ જાહેર થયેલા પૂર્વ સરપંચે જમીન વિવાદમાં હથિયારો સાથે ઘાતક હુમલો કર્યો
Advertisement

Antisocial Elements : અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડા તત્વોએ મચાવેલા આતંક બાદ Gujarat Police એ અસામાજિક તત્વો (Antisocial Elements) સામે અભિયાન શરૂ કર્યું હતું. જો કે, તેની અસર રાજ્યમાં ક્યાંય દેખાઈ નથી રહી. મહેસાણાના કડી તાલુકામાં જોર ધરાવતા એક પૂર્વ સરપંચ સામે અનેક ફરિયાદો હોવા છતાં મહેસાણા જિલ્લા પોલીસ (Mehsana Police) તેની સામે નબળી પૂરવાર થઈ છે. કડીના વેકરા ગામે પૂર્વ સરપંચ મેહુલ રઘનાથભાઈ રબારી (Mehul Raghnathbhai Rabari) એ તેના હથિયારધારી સાગરિતો સાથે મળીને શનિવારે સવારે આતંક મચાવ્યો હતો. કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં કોર્ટ કમિશન માટે હાજર રહેલા અમદાવાદના બિલ્ડર/બિઝનેસમેન સહિત ત્રણ લોકોને તિક્ષણ હથિયાર અને લાકડીઓ વડે ટોળાએ માર મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના મામલે બાવલુ પોલીસ (Bavlu Police) સામે આરોપો લાગતા તે શંકાના દાયરામાં આવી ગઈ છે.

Advertisement

કઈ જમીનને લઈને છે વિવાદ ?

મદાવાદમાં રહેતા મનન પટેલ અને તેમના ભાગીદાર રિમ્પલ પટેલે ઉર્ફે મુખી (Ripal Patel aka Mukhi) વર્ષ 2021-22માં કડી તાલુકાના વેકરા ગામની સીમમાં સર્વે નંબર 1323, 1186, 1188 તથા વરખડીયા ગામની સીમમાં સર્વે નંબર 148 વાળી જમીન વેચાણ રાખી હતી. જમીન પેટે ખેડૂતો તેમજ મેહુલ રબારીને રૂપિયા ચૂકવી આપવામાં આવ્યા હતા. આમ છતાં મેહુલ રબારી અને ખેડૂતોએ જમીનનો કબજો સોંપતા ન હતા અને આ મામલે કડી કોર્ટ (Kadi Court) માં પટેલ બંધુઓએ દાવા દાખલ કર્યા હતા. અદાલતે તારીખ 26 એપ્રિલના રોજ શનિવારે વેકરા સર્વે નંબર 1323 અને 1188 ની જમીનનું પંચનામું/કોર્ટ કમિશન (Court Commission) કરવા આદેશ કર્યો હતો.

Advertisement

મહેસાણામાં અમદાવાદના વસ્ત્રાલ જેવી ઘટના ઘટી

રાજ્યભરની પોલીસને દોડતી કરી દેનારી અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ઘટના જેવી જ ઘટના મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન (Bavlu Police Station) ની હદમાં થઈ છે. પોલીસની કડક કાર્યવાહી અને ગુંડા તત્વોનો સફાયો કરવાની વાતો વચ્ચે ગત શનિવારે હથિયારો સાથે લુખ્ખા તત્વોએ બિલ્ડર/બિઝનેસમેન સહિત ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટના બાદ બાવલુ પોલીસે રાયોટિંગ, જીવલેણ હુમલો તેમજ ધાડની ફરિયાદ નોંધી મેહુલ રબારી સહિતના સાતેક આરોપીઓને ફટાફટ શોધી કાઢી ધરપકડ કરી છે.

આ પણ  વાંચો-Bangladeshi Infiltrators : ક્રાઈમ બ્રાંચે બાંગ્લાદેશીઓને પકડ્યા બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ પણ કંઈ મળ્યું નહીં

બાવલુ પોલીસે નોંધેલી ફરિયાદની વિગતો

મનન મોટર્સના મનન પટેલે (Manan Patel Manan Motors) આપેલી ફરિયાદ અનુસાર ગત શનિવારે સવારે 9.30 કલાકે વેકરા ગામે ભાગીદાર રિમ્પલ પટેલ, અમિત શર્મા, ભરત ભરવાડ અને દિક્ષિત ચુડાસમા સાથે પહોંચ્યા હતા. કોર્ટ કમિશનના સુપ્રિટેન્ડન્ટ તુષારભાઈ રાવલ આવતા પંચનામાની કાર્યવાહી શરૂ થઈ હતી અને પૂર્ણ થતાં વરખડીયા ગામની સીમમાં આવેલી જમીન ખાતે જવાનું નક્કી કર્યું હતું. દરમિયાનમાં મેહુલ રબારીએ અને તેના સાગરિતોએ કોર્ટ કમિશન સુપ્રિટેન્ડન્ટને ધક્કા મારી ગેટની બહાર કાઢી મુક્યા હતા. દરમિયાનમાં તિક્ષણ હથિયારો અને લાકડીઓ સાથે આવેલા ટોળાએ મનન પટેલ, રિમ્પલ પટેલ અને અમિત શર્મા પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઈજાગ્રસ્તોની રોલેક્સ વોચ અને હિરાજડિત બ્રેસ્લેટ અને પ્લેટિનિયમ/ગોલ્ડ ચેઈન લૂંટી લીધી હતી.

આ પણ  વાંચો-Pahalgam Terror Attack : કાશ્મીરમાં આતંકવાદીઓના 9 ઠેકાણા ભોંય ભેગા, હવે પાકિસ્તાનનો વારો... Gujarat First નો Exclusive Report

હત્યાના પ્રયાસની કલમ નોંધવા પોલીસે આનાકાની કરી

ગત શનિવારે સવારે બનેલા હિંસક હુમલામાં બાવલુ પોલીસ સ્ટેશનના પીઆઈ યોગરાજસિંહ અભેસિંહ પરમારે (PI Y A Parmar) રવિવારની વહેલી પરોઢ પહેલાં 5 કલાકે ફરિયાદ નોંધી છે. બિલ્ડર/બિઝનેસમેનને માથામાં તેમજ અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવા છતાં પોલીસ માત્ર રાયોટિંગ અને મારામારીની ફરિયાદ લેવા માટે આગ્રહ રાખતી હતી. ઘાતક હુમલામાં ઘાયલ થયેલા બિલ્ડરના પરિવારજનોએ પોલીસને યોગ્ય કલમ હેઠળ ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી. એક તબક્કે પોલીસ અધિકારી તૈયાર નહીં હોવાથી ઈજાગ્રસ્તના પરિચિતે અદાલત રાહે ફરિયાદ કરવાની ચીમકી આપતા PI યોગ્ય કલમ અનુસાર ફરિયાદ નોંધવા સમંત થયા હતા.

Tags :
Advertisement

.

×