શહેરમાં લુખ્ખા રાજ માટે જવાબદાર છે Ahmedabad Police ની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર
Ahmedabad Police : અમદાવાદ શહેર પોલીસના ચોપડે છ મહિનામાં 8થી વધુ ગુંડાગીરીની ફરિયાદો નોંધાઈ છે. અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ મચાવેલા આંતક બાદ Ahmedabad Police અગાઉની જેમ હરકતમાં. Ahmedabad City Police ને પડકાર ફેંકી રહેલા લુખ્ખા/ટપોરીઓને કાયદાનો ડર રહ્યો નથી. છેલ્લાં કેટલાંક મહિનાઓથી બેફામ બનેલા ગુંડા તત્વો અમદાવાદીઓને ડરના માહોલમાં મુકી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં અવારનવાર આંતક ફેલાવવાની ઘટનાઓ નબળા નેતૃત્વ તરફ સીધો ઈશારો કરે છે. ચાપલૂસી, ભલામણ અને પ્રસાદના અવેજમાં આવડત વિનાના પોલીસ અધિકારીઓને સોંપાયેલા નેતૃત્વ માટે જવાબદાર કોણ તેવો સવાલ હાલ ચર્ચાઈ રહ્યો છે.
લુખ્ખાઓથી Ahmedabad Police પણ ફફડે છે
અમદાવાદ શહેરમાં લુખ્ખા રાજ હોવાની વાતને સમર્થન આપતી છ મહિનામાં બનેલી અને પોલીસ ચોપડે નોંધાયેલી ઘટનાઓ નીચે મુજબ છે.
- સપ્ટેમ્બર-2024માં મુખ્યમંત્રીના મત વિસ્તારમાં બુટલેગર અને તેની 20-25ની ટોળકીએ તલવારો, લાકડીઓ અને ધોકા સાથે આતંક મચાવ્યો હતો. ચાણક્યપુરી વિસ્તારને રીતસરનો બાનમાં લઈને સ્થાનિક રહીશોને ભયભીત કરી મુક્યા હતા.
- ઑક્ટોબર-2024માં વાડજ વિસ્તારમાં ગુંડા તત્વો યોજનાબદ્ધ રીતે ટોળામાં તલવારો અને લાકડીઓ લઈને ચોક્ક્સ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. અનેક વાહનો અને દુકાનોમાં તોડફોડ કરીને લુખ્ખાઓએ સમગ્ર વિસ્તારને ભયભીત કરી મુક્યો હતો.
- ઑક્ટોબર-2024માં નિકોલ વિસ્તારની એક સોસાયટીમાં ચાલતા ગરબામાં દારૂ પીને આવેલા શખ્સને રહીશોએ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ દારૂડીયા શખ્સના સાગરીતો દંડા લઈને સોસાયટીમાં ધસી આવ્યા અનેક હાજર મળેવા રહીશોને લાકડીઓ ફટકારી હતી.
- ઑક્ટોબર-2024માં અમરાઈવાડીમાં ઠપકો આપવાના મુદ્દે એક પરિવાર પર હુમલો કરવા લુખ્ખા ટોળકી પહોંચી ગઈ હતી. ભયભીત પરિવાર ઘરમાં પૂરાઈ જતા ગુંડાઓએ બેઝબોલ સ્ટીક અને દંડાઓ વડે વાહનો અને દુકાનમાં તોડફોડ કરી હતી.
- ડિસેમ્બર-2024માં રખિયાલ પોલીસ (Rakhial Police Ahmedabad) ને તલવાર અને ચાકુ બતાવી લુખ્ખાઓ ડરાવે છે અને Ahmedabad Police પીસીઆર વાનમાં બેસી ઉભી પૂંછડીએ ભાગે છે. હથિયારો લઈને ધસી આવેલા લુખ્ખાઓ પોલીસની હાજરીમાં PCR Van Ahmedabad ના કાચ તોડી નાંખે છે.
- ડિસેમ્બર-2024માં અસારવા બ્રિજ નીચે કુબેરપુરા ભીલવાસમાં લુખ્ખા તત્વો નશાની હાલતમાં તલવારો સાથે નીકળીને આખા વિસ્તારમાં ભય ફેલાવ્યો હતો.
- માર્ચ-2025માં વસ્ત્રાલ વિસ્તારમાં લુખ્ખા ટોળકી તલવારો અને લાકડીઓ સાથે વાહનોમાં તોડફોડ કરે છે. કાર ચાલકને રસ્તામાં આંતરીને તિક્ષ્ણ હથિયારના ઘા મારી કારમાં તોડફોડ કરે છે. લાંબા સમય સુધી ગુંડા ટોળકી સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લે છે.
- માર્ચ-2025માં વાસણા વિસ્તારમાં એક ટપોરી છરી બતાવીને લોકોમાં ડર ફેલાવે છે.
ગુંડારાજની પોલ કેવી રીતે ખુલે છે ?
સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ વીડિયોનો જમાનો હોવાથી આવી ઘટનાઓ સોશિયલ મીડિયા (Social Media) તુરંત વાયરલ થઈ જાય છે અને ન્યૂઝ ચેનલ/અખબારમાં ચમકે બને છે. ઘટનાઓ સમાચાર બનતા Ahmedabad Police ફરિયાદ નોંધવા માટે મજબૂર બને છે. ઘટનાની જાણકારી કે વીડિયો પોલીસ પાસે પ્રથમ પહોંચે છે કે કેમ ? તે તો અધિકારી જ જવાબ આપી શકે. પોલીસને ઉંઘમાંથી જગાડવા માટે જ જાગૃત નાગરિકો બનાવની માહિતી/વીડિયો મીડિયાને આપવાનો આગ્રહ રાખી રહ્યાં છે.
24 કલાકમાં ગુંડાઓની માહિતી આવી ગઈ
કોણ ગુંડો, કોણ બુટલેગર, કોણ ચોર અને બદમાશ છે આ તમામ માહિતી જે-તે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરો, PSI સહિતનો સ્ટાફ સારી રીતે જાણે છે. Crime Branch અને LCB પાસે તો આવા તત્વોની માહિતીનો ખજાનો ટેરવે ઉપલબ્ધ હોય છે. Gujarat DGP Vikas Sahay એ 100 કલાકમાં એટલે કે, 4 દિવસમાં અસામાજિક તત્વોની માહિતી (Anti-Social Elements Information) આપવા આદેશ કર્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) 24 જ કલાકમાં આ માહિતી તૈયાર કરી દીધી છે. Ahmedabad Police પાસે આ માહિતી હાથ વગી હતી, પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું નબળું નેતૃત્વ અને ઈચ્છાશક્તિનો અભાવ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખાડામાં લઈ ગયો છે.
અરજી પ્રથા પાછળનો ભ્રષ્ટાચાર અને નિષ્ક્રિયતા જવાબદાર
પોલીસ ચોપડે નોંધાયેલી ગુંડાગીરીની ઘટનાઓ સિવાય તો અનેક આવી નાની-મોટી અનેક ઘટનાઓ Ahmedabad Police ની નજર સામે બને છે અથવા તેમના ધ્યાને આવે છે, પરંતુ ચોપડે નથી નોંધાતી. પોલીસની નિષ્ક્રિયતા અને બેદરકારી પર ઢાંકપિછોડા કરી ગુનાખોરી ઘટી હોવાની ગુલબાંગો હાંકનારા IPS અધિકારીઓ અમદાવાદ સહિત ગુજરાત પોલીસ (Gujarat Police) માં ચાલતી અરજી પ્રથાથી સારી રીતે વાકેફ છે. ધમકી/ખંડણી અને મારામારી જેવી ઘટનાઓમાં પોલીસ ફરિયાદ લેવાના બદલે અરજી લે છે અને આક્ષેપિતો પાસેથી અરજી સમેટવા પેટે રૂપિયા પણ પડાવે છે. ભોગ બનનારની સામે ક્રોસ કમ્પલેન લેવાનું કહીને પોલીસ ક્રાઈમ રેટમાં મોટાપાયે બર્કિંગ તેમજ ભ્રષ્ટાચાર કરે છે. અરજીના નામે પોલીસ વિભાગમાં થતો ભ્રષ્ટાચાર લાખો/કરોડો રૂપિયામાં છે. અત્રે નોંધનીય છે કે, રખિયાલ પોલીસ પીસીઆર વાનના કર્મચારીઓને તલવાર બતાવીને લુખ્ખો "બહોત મારુંગા સાહબ" કહેતા પોલીસ ઉભી પૂંછડીએ ભાગી જાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ Ahmedabad Police હરકતમાં આવે છે અને PCR Van ના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરે છે.
આ પણ વાંચો: જેલમાં મજા કરતા BJP કાર્યકતાના હત્યારા Montu Namdar ની ફરી વધુ એક વખત થશે ધરપકડ