Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં ફરી આતંકી હુમલો, 6 સુરક્ષાકર્મીઓના મોત, 11 ઘાયલ

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હુમલો આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર છ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને 11 અન્ય ઘાયલ અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાન (Pakistan)ના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે આતંકવાદીઓએ એક સુરક્ષા ચોકી પર હુમલો...
06:06 PM Sep 20, 2024 IST | Dhruv Parmar
  1. પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હુમલો
  2. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર
  3. છ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને 11 અન્ય ઘાયલ

અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાન (Pakistan)ના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવાર-શુક્રવારની વચ્ચેની રાત્રે આતંકવાદીઓએ એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સુરક્ષા ચોકીને નિશાન બનાવીને કરેલા આ હુમલામાં છ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને 11 અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ આતંકી હુમલાની માહિતી આપી છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (Pakistan) (TTP) એ હુમલાની જવાબદારી લીધી છે.

આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર...

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના એક જૂથે દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના લધા તહસીલના મિશ્તા ગામમાં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો, જેમાં છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે આતંકવાદીઓને પકડવા અથવા મારવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં, દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના આઝમ વારસાક વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

આ પણ વાંચો : કોઇ પણ Gadgets ફાટી શકે છે! પેજર બ્લાસ્ટ બાદ લેબનાનના લોકો ડરમાં ફેંકી રહ્યા છે Mobile-Laptop

અગાઉ પણ હુમલા થયા છે...

નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા ચોકીને નિશાન બનાવી હોય. અગાઉ ગયા મહિને (ઓગસ્ટ 2024) પણ આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા સાત પાકિસ્તાની (Pakistan) સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. આ હુમલો પાકિસ્તાન (Pakistan)-અફઘાનિસ્તાન સરહદ પર સ્થિત તિરાહ ઘાટીમાં થયો હતો.

આ પણ વાંચો : આ દેશમાં ફૂંકાશે 500 કિમીની ઝડપે Stormy Wind..!

પાકિસ્તાને પાડોશી દેશ પર આરોપ લગાવ્યો...

આ દરમિયાન અત્રે એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાન (Pakistan) લાંબા સમયથી કહી રહ્યું છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (Pakistan) સાથે જોડાયેલા આતંકવાદીઓના ઠેકાણા અફઘાનિસ્તાનની અંદર છે અને તેના લડવૈયાઓ પાકિસ્તાન (Pakistan)ની ધરતી પર હુમલો કર્યા બાદ ત્યાં જાય છે. જો કે, તાલિબાન સરકાર હંમેશા આ દાવાને નકારી રહી છે. તાલિબાન સરકાર વતી એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને ક્યારેય અફઘાનિસ્તાનમાં TTP ની હાજરીના પુરાવા આપ્યા નથી. ઈસ્લામાબાદે તેની નબળાઈઓ માટે અફઘાનિસ્તાનને દોષ ન આપવો જોઈએ.

આ પણ વાંચો : Lebanonમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો..

Tags :
AfghanistanKhyber PakhtunkhwaKhyber Pakhtunkhwa terrorist attackPakistanPakistan Terrorist attackTehrik-e Taliban PakistanTerrorist attackTerrorist attack in pakistanTTPworld
Next Article