ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના આવી સામે, 448 જેટલા વિદ્યાર્થીઓને હાથ લાગી નિરાશા

ગુજરાતમાં વધુ એક પેપર લીક થવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં વધુ એક વખત પેપર લીક થવાની ઘટનાના કારણે વિધ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે અને તંત્ર સામે વધુ એક વખત પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતમાં પેપર લીક થવાની ઘટના પ્રથમ વખત...
01:39 PM Feb 18, 2024 IST | Harsh Bhatt

ગુજરાતમાં વધુ એક પેપર લીક થવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં વધુ એક વખત પેપર લીક થવાની ઘટનાના કારણે વિધ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી છે અને તંત્ર સામે વધુ એક વખત પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતમાં પેપર લીક થવાની ઘટના પ્રથમ વખત નથી. હવે ભાવનગરમાંથી આ પેપર લીક થવાની ઘટના સામે આવી છે.

ભાવનગરમાં આજરોજ એન.સી.સી સર્ટિફિકેટની પરીક્ષા યોજાવાની હતી. પરંતુ પેપર ચાલુ થયાના એક કલાક પહેલા જ પેપર લીક થવાની ઘટના સામે આવી છે, જેના કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર આ પરીક્ષામાં ભાવનગર અને અમરેલીના 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા. પરંતુ આ પેપર લીક થવાની ઘટનાના કારણે હવે તેમના હાથે ફક્ત નિરાશા લાગી છે.

આ પરીક્ષા ભાવનગર ખાતે નેવલ અને એરફોર્સને લગતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ તેમાં પરીક્ષાના એક કલાક પહેલા પેપર ફૂટતા હાલ પરીક્ષા મોકૂફ રખાઈ છે. ત્યારે વહેલી સવારથી બહારગામથી આવેલ તથા સ્થાનિક વિદ્યાર્થીઓને ધક્કો પડ્યો છે. ગુજરાતમાં વારંવાર પરીક્ષાના પેપર ફૂટવાનો મામલો સામે આવે છે. જેમાં તલાટી, શિક્ષક અને સરકારી નોકરીના પેપર ફૂટતા હતા. પણ હવે તો NCC સી.સર્ટિફિકેટનું પેપર ફૂટતા વિદ્યાર્થીઓ હેરાન થયા છે.

આ પણ વાંચો -- Banaskantha : વેસ્ટ ફૂડ-બેસ્ટ યુઝ, એંઠવાડમાંથી ઊર્જા મેળવવાનો નવતર પ્રયોગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

 

 

 

 

 

Tags :
AmreliBhavnagarGujaratNCCpaper-leakstudents issues
Next Article