Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhattisgarh માં ફરી એન્કાઉન્ટર, કાંકેરના જંગલમાં 5 નક્સલવાદીઓ ઠાર

Chhattisgarh ના કાંકેરમાં છુપાયા હતા નકસલવાદીઓ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ અથડામણમાં 5 નક્સલીઓનું કરાયું એન્કાઉન્ટર છત્તીસગઢ (Chhattisgarh )ના નક્સલ પ્રભાવિત નારાયણપુર અને કાંકેર જિલ્લાના સરહદી વિસ્તારમાં શનિવારે ફરી એન્કાઉન્ટર થયું. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર...
chhattisgarh માં ફરી એન્કાઉન્ટર  કાંકેરના જંગલમાં 5 નક્સલવાદીઓ ઠાર
Advertisement
  1. Chhattisgarh ના કાંકેરમાં છુપાયા હતા નકસલવાદીઓ
  2. સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ
  3. અથડામણમાં 5 નક્સલીઓનું કરાયું એન્કાઉન્ટર

છત્તીસગઢ (Chhattisgarh )ના નક્સલ પ્રભાવિત નારાયણપુર અને કાંકેર જિલ્લાના સરહદી વિસ્તારમાં શનિવારે ફરી એન્કાઉન્ટર થયું. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા છે, જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ પણ થયા છે.

અબુઝમાદમાં એન્કાઉન્ટર થયું હતું...

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર સ્થિત અબુઝમાદ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, ઉત્તર અબુઝમાદ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમને નક્સલ વિરોધી અભિયાન પર મોકલવામાં આવી છે. આ ટીમમાં DRG, STF અને BSF ના જવાનો સામેલ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : Shraddha Walker Murder નો આરોપી આફતાબ હવે લોરેન્સ ગેંગના નિશાના પર

જવાબી કાર્યવાહીમાં 5 નક્સલવાદીઓ માર્યા ગયા...

અધિકારીઓએ જણાવ્યું કે આજે સવારે લગભગ 8 વાગ્યે જ્યારે સુરક્ષા જવાનોની ટીમ અબુઝમાદ વિસ્તારમાં હતી ત્યારે નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા છે, જ્યારે બે સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. ઘાયલ સુરક્ષા કર્મચારીઓને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : WHO: ભારત પર વધુ એક ખતરનાક બિમારીનો ખતરો

ગૃહમંત્રીએ નક્સલવાદના અંતની તારીખ જણાવી...

તમને જણાવી દઈએ કે, શુક્રવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ છત્તીસગઢ (Chhattisgarh )માં નક્સલવાદને ખતમ કરવાની સમયમર્યાદા આપી હતી. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર 31 માર્ચ, 2026 સુધીમાં છત્તીસગઢ (Chhattisgarh )માંથી નક્સલવાદને ખતમ કરી દેશે. વાસ્તવમાં અમિત શાહ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત કહી હતી. અમિત શાહે કહ્યું, “મોદીજીએ દેશને આતંકવાદ અને નક્સલવાદથી મુક્ત કરવાનું કામ કર્યું છે. તેમણે દેશને સમૃદ્ધ બનાવવા અને વિશ્વમાં તેનું સન્માન વધારવા માટે કામ કર્યું છે.'' તેમણે વધુમાં કહ્યું, ''છત્તીસગઢ (Chhattisgarh )માં જે કંઈ બચ્યું છે (નક્સલી ખતરો) અમે તેને 31 માર્ચ, 2026 સુધીમાં ખતમ કરીશું.''

આ પણ વાંચો : Bijnor પાસે ભયાનક અકસ્માત, વરરાજા-નવવધૂ સહિત 7ના મોત

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Ahmedabad : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પરપ્રાંતિય આગેવાનોની યોજાઈ, ધારાસભ્યોનાં નિવેદન બાબતે રજૂઆત કરાશે

featured-img
આંતરરાષ્ટ્રીય

Russia-Ukraine War : ટ્રમ્પે પુતિન બાદ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત,આ મુદ્દા પર થઈ ચર્ચા

featured-img
રાષ્ટ્રીય

Grok AI ની ભારતમાં વધી શકે છે સમસ્યાઓ, Grok ના જવાબોને લઈ સરકાર અસ્વસ્થ

featured-img
અમદાવાદ

Ahmedabad : વટવા કેનાલ પાસે સિલાઈના કારખાનામાં લાગી વિકરાળ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

featured-img
રાષ્ટ્રીય

Farmers Protest : શંભૂ-ખનૌજ બોર્ડર પરથી ખેડૂતોને હટાવાયા,ડલ્લેવાલ કસ્ટડીમાં

featured-img
ગાંધીનગર

Gandhinagar : વિધાનસભામાં ઊઠ્યો અમરેલી લેટરકાંડનો મુદ્દો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં કોંગ્રેસ પર પ્રહાર

×

Live Tv

Trending News

.

×