Ahmedabad Police ની વધુ એક કાબિલેદાદ કામગીરી, આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં..!
- અમદાવાદ પોલીસની વધુ એક કાબિલેદાદ કામગીરી
- કૃષ્ણનગરમાં આતંક ફેલાવનારાને ભણાવ્યો પાઠ
- કુખ્યાત ધમા બારડને જાહેરમાં મંગાવી માફી
અમદાવાદ પોલીસે (Ahmedabad Police) ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કાયદો હાથમાં લેનારાને ક્યારેય પોલીસ છોડતી નથી. કૃષ્ણનગરમાં (Krishnanagar) વહેલી સવારે આતંક મચાવનારા કુખ્યાત ધમા બારડને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને સરાજાહેર માફી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળ પર જઈને માફી મગાવી હતી. આમ, અમદાવાદ પોલીસે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ઇસમોને ચેતવણી આપી છે.
આ પણ વાંચો- Vadodara : સોખડા સ્વામીના આપઘાત કેસમાં બે વર્ષ બાદ ફરિયાદ, કોર્ટે આપી આ મંજૂરી
અમદાવાદ પોલીસની કાબિલેદાદ કામગીરી
ઘટનાની વાત કરીએ તો, 6 સપ્ટેમ્બરે વહેલી સવારે ધમા બારડ (Dhama Barad) અને તેના સાગરિતોએ કૃષ્ણનગરમાં (Krishnanagar) આતંક મચાવી દીધો હતો. વાહનોમાં તોડફોડ કરી અને કાયદો હાથમાં લીધો હતો. દરેક ગુનામાં હંમેશા એક્શન લેતી અમદાવાદ પોલીસે (Ahmedabad Police) ધમા બારડને પણ બરાબરનો પાઠ ભણાવ્યો છે. કૃષ્ણનગરમાં ભય ફેલાવનારા ધમા બારડને પકડીને પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ અને જાહેરમાં માફી મંગાવી હતી.
આ પણ વાંચો- Gondal : માર્કેટિંગ ચાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા આજે દેશભરમાં વિરોધના પડઘા
લુખ્ખા તત્વોને અમદાવાદ પોલીસનો સીધો સંદેશ
આ સાથે અમદાવાદ પોલીસે લુખ્ખા તત્વોને એક સંદેશો પણ આપ્યો હતો કે જો કોઈ કાયદો હાથમાં લેશો તો પોલીસ પણ ચૂપ નહીં બેસે અને તેમને પણ કાયદાનાં બરાબરનાં પાઠ ભણાવશે. આમ, અમદાવાદ પોલીસે (Ahmedabad Police) ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કાયદો હાથમાં લેનારાને ક્યારેય છોડતી નથી. આરોપી ધમા બારડ વિરુદ્ધ પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો- Surendranagar: શું શિક્ષકો શાળાના બાળકોને રાજકીય પક્ષમાં જોડી રહ્યા છે? Viral થઈ Audio Clip