બે બાળકોની માતા અંજુ બની પાકિસ્તાની યુવકની ફાતિમા..! Photoshoot Viral
છેલ્લા ઘણા દિવસોથી તમે સીમા હૈદર અને સચીન મીણાની લવ સ્ટોરી વિશે સાંભળતા આવ્યા છો. હવે આવી જ એક લવ સ્ટોરી જોવા મળી છે પરંતુ તેમા ફરક એ છે કે સીમા પાકિસ્તાનથી તેના પ્રેમી માટે ભારત આવી જ્યારે અંજુ કે જે તેના પ્રેમ માટે ભારતથી પાકિસ્તાન પહોંચી છે. મળી રહેલી માહિતી અનુસાર, બે દેશોની સરહદ પાર કરીને પોતાનો પ્રેમ મેળવવા પાકિસ્તાન પહોંચેલી અંજુએ ત્યાના એક યુવક નસરૂલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. આ બંનેનો એક વીડિયો પણ તાજેતરમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
અંજુએ પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું...!
પાકિસ્તાની યુવક નસરૂલ્લાહ સાથે અંજુના ફોટોશૂટ વાયરલ થયા છે. જેમા તેઓ બંને એકબીજા સાથે ખુશીથી ફોટોશૂટ કરાવતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો મળી રહ્યા છે કે તેણે પાકિસ્તાનમાં તેના કથિત ફેસબુક મિત્ર નસરુલ્લા સાથે નિકાહ કરી લીધા છે. બંને કોર્ટમાં જતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અંજુએ પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. બંનેના નિકાહની વાત પણ સામે આવી છે. પરંતુ આ બધું હોવા છતાં નસરુલ્લા આ લગ્નને નકારી રહ્યો હોવાનું પણ સામ આવી રહ્યું છે. રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુ વિઝા લઈને પાકિસ્તાન ગઈ હતી. અંજુએ પહેલા કહ્યું હતું કે તે તેના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે ત્યાં ગઈ હતી અને થોડા દિવસોમાં પરત આવશે. જોકે, હવે પાકિસ્તાનથી તેના નિકાહના સમાચાર સામે આવ્યા છે. અંજુ ભારતમાં પહેલેથી જ પરિણીત છે અને તેના બે બાળકો છે. અંજુ ધર્મ પરિવર્તન પહેલા ખ્રિસ્તી હતી.
પૂરા પ્લાનિંગ સાથે અંજુ પહોંચી પાકિસ્તાન
પાકિસ્તાનમાં અંજુ જેને મળવા ગઈ હતી તે ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહ આ તમામ સમાચાર અને પેપર (નિકાહનામા)ને ખોટા ગણાવી રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, પોતાના ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત પહોંચેલી ભારતની અંજુ વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી હતી. તે સમયે અંજુએ એક રીલ બનાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તે પાકિસ્તાનમાં કેવી રીતે પ્રવેશી હતી. અંજુએ કહ્યું કે તે કાયદેસર રીતે પાકિસ્તાન આવી છે. આ એક-બે દિવસની વાત નથી, તે પૂરી પ્લાનિંગ સાથે પાકિસ્તાન આવી છે. તેણીએ જણાવ્યું કે તેણીએ ફેસબુક પર નસરુલ્લા સાથે મિત્રતા કરી હતી અને તે તેને મળવા પાકિસ્તાન આવી છે.
કોણ છે અંજુ ?
ઉલ્લેખનીય છે કે, મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ખારપુરા ગામની રહેવાસી અરવિંદની પત્ની અંજુ 3 દિવસ પહેલા લાહોર પહોંચી હતી. રવિવારે જ્યારે તેણે તેના બાળકો સાથે વીડિયો કોલ પર વાત કરી અને જણાવ્યું કે તેની બહેનપણીને મળવા લાહોર પહોંચી છે ત્યારે તેના પતિ અને પરિવારના સભ્યોને તેની જાણ થઈ. આ એક ખ્રિસ્તી પરિવાર છે જે લગભગ બે વર્ષથી ભીવાડીના ટપુકારાની ટેરા ઇઝીલેસ સોસાયટીમાં રહે છે. અરવિંદ 2005થી ભિવડીમાં કામ કરે છે અને તેના લગ્ન 2007માં મધ્યપ્રદેશના ગુના જિલ્લાની રહેવાસી અંજુ સાથે થયા હતા. અંજુ પણ ભીવાડીના ટપુકડામાં એક કંપનીમાં કામ કરે છે. જ્યારે અંજુને પૂછવામાં આવ્યું કે તે પાકિસ્તાનમાં નસરુલ્લાહ નામના વ્યક્તિને મળવા ગઈ હતી? તો તેણે કહ્યું કે મારી પાસે આ સંબંધમાં કોઈ માહિતી નથી. તેણે એ વાતનો પણ ઇનકાર કર્યો કે તે PUBG રમે છે.
બે બાળકોની માતા છે અંજુ
અંજુને તેના જૂના સરનામાના આધારે પાસપોર્ટ પહેલેથી જ મળી ગયો હતો. અંજુના પતિને તેણીના લાહોર જવાની ભનક પણ મળી ન હોતી અને ન તો તેણે ક્યારેય ઘરે તેનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે આ પહેલા તે ક્યારેય ઘરની બહાર ગઈ નહોતી. અરવિંદે કહ્યું કે મને આશા છે કે તે જલ્દી પરત આવશે કારણ કે તેણે કહ્યું છે કે તે ત્રણ-ચાર દિવસમાં ભારત આવશે. અંજુ અને અરવિંદને 15 વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર છે. સૌથી મોટી વાત એ છે કે અંજુએ પાકિસ્તાન જવા માટે એક નવું સિમ કાર્ડ ખરીદ્યું હતું, જેનો નંબર તેણે તેના પતિને પણ આપ્યો ન હતો. આ માહિતી બાદ સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન પહોંચી અલવરની અંજુ, બે બાળકોની માતાને ફેસબુક પર થઇ ગયો હતો પ્રેમ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ