Anil Kapoor ના જન્મદિવસ પર Prime Video એ એક ખાસ ભેટ શેર કરી
- Prime Video એ Anil Kapoor માટે એક ખાસ ભેટ આપી
- એક્શન થ્રિલર ફિલ્મનું ટીઝર એક ડાર્ક રૂમથી શરૂ થાય છે
- Anil Kapoor આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે
Anil Kapoor film subedaar teaser : બોલિવૂડમાં Anil Kapoor ને એક પીઠ અભિનેતા તરીકે માનવામાં આવે છે. 90 ના દાયકાથી વિવિધ કાલાકારો સાથે મળીને અભિનેતા Anil Kapoor એ અનેક સુપરહિટ ફિલ્મો તેમના દર્શકોને આપી છે. તો આજરોજ અભિનેતા Anil Kapoor નો જન્મદિવસ છે. ત્યારે તેમના જન્મદિવસ પર વધુ એક ફિલ્મની તેમણે જાહેરાત કરી છે. જોકે આ અંગે અભિનેતા Anil Kapoor એ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી એક ફિલ્મની જાહેરાત કરી છે.
Prime Video એ Anil Kapoor માટે એક ખાસ ભેટ આપી
તો અભિનેતા Anil Kapoor આજે 68 વર્ષનો થઈ ગયો છે. ત્યારે Amazon Prime Video એ Anil Kapoor માટે એક ખાસ ભેટ આપી છે. Anil Kapoor ના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ 'સુબેદાર'નું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ સુબેદાર ના આ ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે, દર્શકોને ફિલ્મમાં અદભૂત એક્શન જોવા મળશે. આ ફિલ્મમાં Anil Kapoor નો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે. આ સિમ્પલ લુકમાં જે ટ્વિસ્ટ છે, તે તેના હાથમાં રહેલી બંદૂક છે.
આ પણ વાંચો: Allu Arjun: સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુન પહોંચ્યો પોલીસ સ્ટેશન, આ સવાલો પર થઈ રહી છે પૂછપરછ
એક્શન થ્રિલર ફિલ્મનું ટીઝર એક ડાર્ક રૂમથી શરૂ થાય છે
સુરેશ ત્રિવેણીના નિર્દેશનમાં બની રહેલી આ એક્શન થ્રિલર ફિલ્મનું ટીઝર એક ડાર્ક રૂમથી શરૂ થાય છે. Anil Kapoor રૂમની અંદર લાકડાની ખુરશી પર બેઠો છે અને બેકગ્રાઉન્ડ સંગીત વાગતું જોવા મળે છે. ત્યારે બહારથી અવાજ સંભળાય છે કે, ફિલ્મ સુબેદાર તૈયાર છે અને પછી ગોળીનો અવાજ સંભળાય છે. ત્યારે Anil Kapoor હાથમાં બંદૂક લઈને કહે છે, સૈનિક તૈયાર છે. આ દરમિયાન Anil Kapoor એકદમ સિમ્પલ અને સ્ટનિંગ લુકમાં જોવા મળી રહ્યો છે.
Anil Kapoor આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે
તો Amazon Prime Video દ્વારા ઈન્સ્ટાગ્રામ પર તેનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે લોકો ફિલ્મ સુબેદારની પ્રથમ ઝોલક જોઈને પોતાના મંતવ્યો આપી રહ્યો છે. તો મોટોભાગે લોકો આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. ત્યારે લોકો ફિલ્મ સૂબેદાર ના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ ફિલ્મમાં Anil Kapoor ના લુક અને સીન્સની સરખામણી સાઉથની ફિલ્મ અને પ્રખ્યાત વેબ સિરીઝ મિર્ઝાપુરના કાલિન ભૈયાના પાત્ર સાથે કરવામાં આવી રહી છે. તે ઉપરાંત વિક્રમ મલ્હોત્રા, સુરેશ ત્રિવેણી અને Anil Kapoor આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રાધિકા મદાન પણ સામેલ છે.
આ પણ વાંચો: Gulzar - 'કિનારા' (૧૯૭૭): સ્વયં સાથેના ગજગ્રાહની વધુ એક હૃદયસ્પર્શી કથા