Andhra Suicide Case : ત્રીજા માળેથી કૂદીને વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું, Video
- આંધ્રપ્રદેશના નારાયણ કોલેજનો કિસ્સો
- નારાયણ કોલેજમાં ચોંકાવનારી ઘટના બની
- ચાલુ ક્લાસ દરમિયાન થઈ ચોંકાવનારી ઘટના
- ત્રીજા માળેથી કૂદીને વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું
- આત્મહત્યા પાછળનું કારણ હજી અજ્ઞાત
- વિદ્યાર્થીની આત્મહત્યાથી કોલેજમાં શોકની લાગણી
- નારાયણ કોલેજની ઘટનાએ બધાને ચોંકાવ્યા
Andhra Suicide Case : આંધ્રપ્રદેશની નારાયણ કોલેજમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ દ્રશ્ય કેમ્પસના કેમેરામાં કેદ થઈ ગયું હતું. ઘટના સવારે 10:15 વાગ્યે બની હતી. કેમેરામાં જે કેદ થયુ તે મુજબ, વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો, બિલ્ડિંગની કિનારે ગયો અને ત્રીજા માળેથી કૂદી પડ્યો.
વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
આ વિદ્યાર્થીએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે વર્ગ ચાલુ હતો, અને તેના ક્લાસમેટ અને શિક્ષકો માટે આ ઘટના ચોંકાવનારી હતી. ક્લાસમેટ પોતાના સાથી વિદ્યાર્થીને ક્લાસમાંથી બહાર જતા જોઇ રહ્યા હતા. જ્યારે વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો માર્યો તો તમામ ક્લાસમાં બેઠા વિદ્યાર્થીઓ સહિત શિક્ષક બહાર દોડી આવ્યા. પણ ત્યા સુધીમાં ઘણું મોડું થઇ ચુક્યું હતું.
આત્મહત્યા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું
વિદ્યાર્થીએ આ પગલું કેમ ભર્યું તે હજી સ્પષ્ટ થયું નથી. ન તો કોઈ સુસાઇડ નોટ મળી છે, ન તો કોઈ ખુલાસો થયો છે. આ મામલે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ અને આ ઘટનાના કારણોને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની તાકીદે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ કરીને માહિતી એકત્ર કરવામાં આવી રહી છે, જેથી આ પગલાનું કારણ જાણીને તે મુજબ કાર્યવાહી કરી શકાય.
આ પણ વાંચો : Indore: નીતિને 14 પાનાની Suicide Note લખી કર્યો આપધાત! ‘યુવાનો લગ્ન ના કરતા...’ છેલ્લા શબ્દો