Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Andhra Pradesh : ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં વિસ્ફોટમાં 14 કર્મચારીઓના મોત, CM નાયડુએ શોક વ્યક્ત કર્યો

Andhra Pradesh માં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ લંચ બ્રેક દરમિયાન અકસ્માત થયો હતો અકસ્માત સમયે 300 કર્મચારીઓ હાજર હતા આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના અચ્યુતાપુરમમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અચ્યુતાપુરમમાં...
andhra pradesh   ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં વિસ્ફોટમાં 14 કર્મચારીઓના મોત  cm નાયડુએ શોક વ્યક્ત કર્યો
  1. Andhra Pradesh માં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ
  2. લંચ બ્રેક દરમિયાન અકસ્માત થયો હતો
  3. અકસ્માત સમયે 300 કર્મચારીઓ હાજર હતા

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના અચ્યુતાપુરમમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અચ્યુતાપુરમમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં અચાનક આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ફેક્ટરીમાં ફસાયેલા કર્મચારીઓને બચાવી શકાયા ન હતા. આ દુર્ઘટનામાં કેટલાક કામદારો ખરાબ રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ક્રિશ્નને જણાવ્યું હતું કે 'એસેન્ટિયા' ફાર્મા કંપનીના પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે આ દુર્ઘટના બની હતી. તેમણે કહ્યું કે, અકસ્માતમાં ઘાયલ થયેલા 30 કર્મચારીઓને અનાકાપલ્લે અને અચ્યુતાપુરમની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

લંચ બ્રેક દરમિયાન અકસ્માત થયો હતો...

પ્રાપ્ત માહિતી અનુસાર, ફેક્ટરીમાં આગ રિએક્ટરમાં વિસ્ફોટના કારણે લાગી હતી, જેમાં 13 કામદારોના જીવ ગયા હતા. ઘણા કર્મચારીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય ઘાયલોને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. IANSના અહેવાલ મુજબ, અચ્યુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)માં ફાર્માસ્યુટિકલ કંપની Escientia માં લંચ બ્રેક દરમિયાન વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે લંચ બ્રેક દરમિયાન કંપની પરિસરમાં વિસ્ફોટ થયા બાદ ભારે આગ ફાટી નીકળી હતી. કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ જીવ બચાવવા બહાર દોડી ગયા હતા.

Advertisement

અકસ્માત સમયે 300 કર્મચારીઓ હાજર હતા...

આગ બુઝાવવા માટે અનેક ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. NDRF, ફાયર કર્મીઓ અને પોલીસે બિલ્ડિંગના ત્રીજા માળે ફસાયેલા કર્મચારીઓને બચાવ્યા હતા. ઘાયલોને અનાકાપલ્લેની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ સમયે કંપનીમાં લગભગ 300 કર્મચારીઓ હાજર હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બિલ્ડિંગના પહેલા માળનો સ્લેબ ધરાશાયી થઈ ગયો. સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો, જે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યો હતો.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા Poland, હોટલમાં ભારતીય સમુદાયે કર્યું સ્વાગત, પ્રધાનમંત્રીએ બાળકો સાથે હાથ મિલાવ્યા...

Advertisement

CM ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું...

વિસ્ફોટથી આસપાસના ગામોમાં પણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ કર્મચારીઓ કંપનીની બહાર એકઠા થયા હતા અને પીડિતોને વળતર અને બેદરકારી બદલ અધિકારીઓને સજાની માંગ કરી હતી. CM એન. ચંદ્રબાબુ નાયડુએ વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અનાકાપલ્લેના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને સ્થિતિ વિશે જાણકારી મેળવી. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.

આ પણ વાંચો : Ghaziabad : માતા માંગી રહી છે પુત્રનું મોત, Supreme Court એ આપ્યો મોટો નિર્ણય...

પૂર્વ CM એ પણ શોક વ્યક્ત કર્યો હતો...

પૂર્વ CM વાય.એસ. જગન મોહન રેડ્ડીએ પણ અચ્યુતાપુરમ SEZ ખાતે રિએક્ટર વિસ્ફોટ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી હતી. YSR કોંગ્રેસ પાર્ટીના વડાએ સરકારને વિનંતી કરી છે કે તે સુનિશ્ચિત કરે કે ઘાયલોને હોસ્પિટલોમાં શ્રેષ્ઠ શક્ય તબીબી સારવાર મળે. તેમણે અધિકારીઓને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવા પણ આહ્વાન કર્યું હતું. તેમણે માંગ કરી હતી કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારોને પૂરતી સહાય આપે.

આ પણ વાંચો : Andhra Pradesh માં એક કંપનીમાં રિએક્ટરમાં વિસ્ફોટ, 4 ના મોત, 20 થી વધુ લોકો ઘાયલ...

Tags :
Advertisement

.