Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ANANT-RADHIKA PRE WEDDING : અનંતની આ વાત સાંભળી મુકેશ અંબાણી ન રોકી શક્યા પોતાના આંસુ, જુઓ વિડીયો

ANANT-RADHIKA PRE WEDDING : દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે, તે ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો...
anant radhika pre wedding   અનંતની આ વાત સાંભળી મુકેશ અંબાણી ન રોકી શક્યા પોતાના આંસુ  જુઓ વિડીયો

ANANT-RADHIKA PRE WEDDING : દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે, તે ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

Advertisement

ત્યારે ગઇકાલના ઈવેન્ટ દરમિયાન અનંત અંબાણીએ એક સ્પીચ આપી હતી, જેમાં તેમણે પોતાના માતા પિતાનો આભાર માન્યો હતો, ત્યારે આ સમયે મુકેશ અંબાણી પુત્રની સ્પીચથી ઘણા ભાવુક થયા હતા. વધુમાં અનંતે આ ઈવેન્ટમાં રાધિકા વિશે પણ ઘણી વાતો શેર કરી હતી.

Advertisement

મારી માતાએ રોજના 18-19 કલાક કામ કર્યું છે

અનંત અંબાણીએ પોતાના પ્રી વેડિંગ ઈવેન્ટના પહેલા દિવસના આ સ્પીચમાં પોતાના માતા અને પિતાનો ખૂબ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, "મમ્મા, તમે જે કર્યું તે માટે તમારો આભાર." "આ બધું મારા મમ્માએ બનાવ્યું છે અને બીજા કોઈએ નહીં. મારી માતાએ બહુ જ કામ કર્યું છે. છેલ્લા ચાર મહિનાથી તેણે રોજના 18-19 કલાક કામ કર્યું છે. હું મમ્માનો ખૂબ જ આભારી છું." આમ અનંત અંબાણીએ પોતાની માતા નીતા અંબાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુકેશ અંબાણી પોતાના આંસુ ન રોકી શક્યા 

Advertisement

વધુમાં અનંતે પોતાની સ્પીચમાં આગળ કહ્યું હતું કે, "મારા પરિવારે મને વિશેષ અનુભવ કરાવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. મારું જીવન સંપૂર્ણપણે સુખી રહ્યું નથી. મેં કાંટાની પીડાનો અનુભવ કર્યો છે. મેં બાળપણથી જ સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે, પરંતુ મારા પિતા અને માતાએ મને કદી આવવા દીધા નથી. લાગે છે કે મેં સહન કર્યું છે. તેઓ હંમેશા મારી પડખે ઉભા રહ્યા છે". અનંતની આ વાત સાંભળ્યા બાદ તેમના પિતા મુકેશ અંબાણી પોતાના આંસુ રોકી શક્યા ન હતા.

"જ્યારે હું રાધિકાને જોઉં છું ત્યારે મારા હૃદયમાં ભૂકંપ અને સુનામી આવે છે"

અનંત અને રાધિકા એકબીજાને છેલ્લા 7 વર્ષથી ઓળખે છે. આ ઈવેન્ટમાં અનંત પોતાના જીવનસાથી વિશે વાત કરતાં કહે છે કે, "તે એક નસીબદાર માણસ છે કે તેને મળી. વધુમાં અનંતે કહ્યું "હું 100 ટકા ભાગ્યશાળી છું; એમાં કોઈ શંકા નથી. મને એ પણ ખબર નથી કે મને રાધિકા કેવી રીતે મળી તેથી હું ચોક્કસપણે સૌથી નસીબદાર છું." વધુમાં અનંતે કહ્યું કે, હૂ છેલ્લા સાત વર્ષથી રાધિકાને ઓળખતો હોવા છતાં એવું લાગે છે કે તેઓ ગઈકાલે જ મળ્યા હતા. અને અંતે અનંતે ઉમેર્યું કે, "દરરોજ, હું વધુને વધુ પ્રેમમાં પડું છું. જ્યારે હું રાધિકાને જોઉં છું ત્યારે મારા હૃદયમાં ભૂકંપ અને સુનામી આવે છે,"

અનંત અને રાધિકા 12 જુલાઈ, 2024ના રોજ લગ્નના બંધનમાં બંધાશે

નોંધનીય છે કે, અનંત અને રાધિકા 12 જુલાઇના રોજ મુંબઈ ખાતે લગ્નના બંધનમાં બંધાવવા છે. એ પહેલા જામનગર ખાતે પ્રી વેડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રી વેડિંગ ઈવેન્ટમાં દેશ વિદેશના VVIP મહેમાનોએ હાજરી આપી છે. આ ઈવેન્ટ ત્રણ દિવસ ચાલવાનો છે. ત્યારે આજન રોજ પ્રી વેડિંગ સેરેમનીનો બીજો દિવસ છે. બીજા દિવસે ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’નું આયોજન કરવામાં આવશે.  ત્યારે ત્રીજા દિવસે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે – ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તાક્ષર’. પહેલી ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હશે જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને અંતિમ ઇવેન્ટ માટે તેઓ ‘હેરીટેજ ઇન્ડિયન એટાયર’ પહેરશે.

આ પણ વાંચો -- Gujarat Weather : રાજ્યમાં કમોસમી વરસાદ, ગાંધીનગરમાં ચોમાસા જેવો માહોલ

Tags :
Advertisement

.