Anand : બોરસદનાં વાલવોડમાં ONGC ની સાઇટ પર ભયંકર આગ, લાખોના નુકસાનની શક્યતા
- બોરસદનાં વાલવોડમાં ONGC ની સાઇટ પર આગ લાગી (Anand)
- ONGC ની 7 નંબરની વેલમાં એકાએક લાગી આગ જતાં નાસભાગ
- સાઇટ પર આગ લાગતા ONGC ને લાખોનું નુકસાન!
- ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ
આણંદ (Anand) બોરસદનાં વાલવોડમાં ONGC ની સાઇટ પર ભયંકર આગ લાગી હોવાની ઘટના બની છે. ONGC ની 7 નંબરની વેલમાં એકાએક આગ લાગી જતાં નાસભાગ મચી છે. ફાયરની ટીમ (Fire Brigade) દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, એવું કહેવાઇ રહ્યું છે કે ફાયરની ટીમ દોઢ કલાક મોડી આવતા આગ વિકરાળ બની છે. ONGC ને આગમાં લાખોનું નુકસાન થયું હોવાની આશંકા છે.
આ પણ વાંચો - Banaskantha : 'વાવમાં વટની લડાઈ' માં BJP નાં બળવાખોર નેતાને મળ્યું ચૂંટણી ચિન્હ, કર્યો મોટો દાવો!
ONGC ની 7 નંબરની વેલમાં આગ લાગી જતાં નાસભાગ
આણંદ (Anand) જિલ્લાનાં બોરસદ તાલુકામાં (Borsad) આવેલા વાલવોડ ગામે દિવાળી તહેવાર (Diwali 2024) ટાણે મોટી દુર્ઘટના ઘટી છે. વાલવોડમાં ONGC ની 7 નંબરની વેલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. સાઇટ પર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઓએનજીસી સાઇટ પર આગની ઘટના બનતા ફાયર વિભાગને (Fire Department) જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો - Banaskantha : 'વાવમાં વટની લડાઈ' માં આ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું, હવે કુલ 10 ચૂંટણી મેદાને
ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ
એવા આરોપ કરાઈ રહ્યા છે કે ફાયરની ટીમને જાણ કર્યા પછી પણ દોઢ કલાક મોડી આવી હતી. ત્યાં સુધીમાં સાઇટ પર લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું અને આથી સાઇટ પર લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. જો કે, આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાલ પણ ચાલુ છે.
આ પણ વાંચો - Gujarat Police : લો બોલો! નિયમ તોડનારને પોલીસ હવે 'મેમો' નહિં પણ ફૂલ આપશે!