ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Anand General Hospital ની મોટી નિષ્કાળજી, દાખલ દર્દીઓમાં ભયનો માહોલ

આણંદ જનરલ હોસ્પિટલ (Anand General Hospital) ની મોટી નિષ્કાળજી સામે આવી છે. જેમાં આણંદ જનરલ હોસ્પિટલ (Anand General Hospital)માં દર્દીઓને ઉંદર કરડી જતા હોવાની ઘટના સામે આવી છે. જેથી હોસ્પિટલની અંદર દાખલ દર્દીઓને ઉંદરથી બચવા માટે ઉજાગરા કરવા પડી રહ્યા...
03:21 PM Feb 09, 2024 IST | Maitri makwana

આણંદ જનરલ હોસ્પિટલ (Anand General Hospital) ની મોટી નિષ્કાળજી સામે આવી છે. જેમાં આણંદ જનરલ હોસ્પિટલ (Anand General Hospital)માં દર્દીઓને ઉંદર કરડી જતા હોવાની ઘટના સામે આવી છે. જેથી હોસ્પિટલની અંદર દાખલ દર્દીઓને ઉંદરથી બચવા માટે ઉજાગરા કરવા પડી રહ્યા છે. આણંદ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કોતરી ખાધો હતો. જે બાદ હોસ્પિટલના દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

આણંદ જનરલ હોસ્પિટલની વર્વી વાસ્તવિકતા

આણંદ જનરલ હોસ્પિટલ (Anand General Hospital) માં દાખલ 78 વર્ષીય ભાઈલાલ ભાઈની સાથે આ ઘટના બની હતી. જે બાદ આણંદ જનરલ હોસ્પિટલની વર્વી વાસ્તવિકતા સામે આવી હતી. લોકો સારવાર કરાવવા માટે જ હોસ્પિટલ જતાં હોય છે. પરંતુ સારવાર અર્થે ગયેલા દર્દીઓ અહીં આ હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી.

આણંદ જનરલ હોસ્પિટલના ICU માં કબૂતરના માળા

આણંદ જનરલ હોસ્પિટલના ICU માં કબૂતરના માળા પણ જોવા મળી આવે છે. અને આ બધી હકીકત જોતાં એવું લાગી રહ્યું છે કે આણંદ જનરલ હોસ્પિટલ તેના દર્દીઓ માટે સહેજ પણ કાળજી લેતું નથી. આ અંગે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આણંદ જનરલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.

આણંદ જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા આણંદ જનરલ હોસ્પિટલ (Anand General Hospital) માં દાખલ દર્દીઓ સાથે ખાસ વાતચીત પણ કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જ્યારે દર્દીઓ સાથે વાત કરવામાં આવી ત્યારે, દર્દીઓ દર જણાવવામાં આવ્યું કે, આણંદ જનરલ હોસ્પિટલ દ્વારા દાખલ દર્દીઓ માટે કોઈ સુવિદાઓ રાખવામાં આવી હતી. જય ત્યાં કબૂતરના માળાઓ જોવા મળી રહ્યા છે. અને ઉંદરના ત્રાસથી પણ દર્દીઓ ખૂબ જ પરેશાન જો મળી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટની ઓપન ચેલેન્જ સામે મૌન RMO ડો. સુધીર

હોસ્પિટલમાં દાખલ એક દર્દીને ઉંદર કોતરી જતાં દાખલ દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આના પરથી આણંદ જનરલ હોસ્પિટલની મોટી નિષ્કાળજી જોવા મળી આવે છે. હોસ્પિટલનું રેઢીયાળ તંત્ર ઉંઘી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ RMO ડો. સુધીર પાસે આ અંગે જવબ માંગવા ગઈ ત્યારે ગુજરાત ફર્સ્ટની ઓપન ચેલેન્જ સામે તેઓ મૌન થઇ ગયા હતા અને તેમની પાસે કોઇ જ જવાબ ન હતો.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

આણંદ જનરલ હોસ્પિટલની ઘટના મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં તમામ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટે દર્શાવેલા આ અહેવાલની અસર છેક ગાંધીનગર સુધી જોવા મળી હતી અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ આ મુદ્દા પર આક્રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો -  Indranil Rajguru : કોંગ્રેસ નેતાનો રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, કહ્યું – ડ્રગ્સ અને માદક પદાર્થો ખુલ્લેઆમ વેંચાય છે છતાં..!

Tags :
AnandAnand General HospitalGujaratGujarat FirstGujarat First ExclusiveHospitalmaitri makwana
Next Article