Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI મારો લાલ..! મારી 25 વીઘા જમીન તેમને આપીશ..! જાણો કોણે કહ્યું 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક દિવસની મુલાકાતે મધ્યપ્રદેશ પહોંચશે. વડાપ્રધાનની મુલાકાતને પગલે સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. બીજી તરફ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની એક 100 વર્ષની વૃદ્ધાએ પીએમ મોદીને પોતાનો પુત્ર ગણાવીને પીએમ મોદીના નામે પોતાની 25 વીઘા જમીન કરી...
04:05 PM Jun 26, 2023 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક દિવસની મુલાકાતે મધ્યપ્રદેશ પહોંચશે. વડાપ્રધાનની મુલાકાતને પગલે સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. બીજી તરફ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની એક 100 વર્ષની વૃદ્ધાએ પીએમ મોદીને પોતાનો પુત્ર ગણાવીને પીએમ મોદીના નામે પોતાની 25 વીઘા જમીન કરી દેવાની વાત પણ કરી છે.  તે પીએમ મોદીને પણ મળવા માંગે છે. આ વૃદ્ધ મહિલાને 14 બાળકો છે. આમ છતાં તે મોદીને પોતાના ખાસ પુત્ર માને છે.
મારા 14 બાળકો છે પરંતુ મોદી પણ મારા પુત્ર છે.
માંગી બાઇ નામની આ વૃદ્ધ મહિલા રાજગઢ જિલ્લાના હરિપુરા જાગીર ગામની રહેવાસી છે. તેના સંબંધીઓના જણાવ્યા અનુસાર તેની ઉંમર 100 વર્ષ છે. વૃદ્ધાએ પોતાના ઘરની દિવાલ પર પીએમ મોદીનો ફોટો ચોંટાડ્યો છે. અને રોજ સવારે ઉઠીને પીએમ મોદીને ફોટો નિહાળે છે. મહિલા કહે છે કે મોદી મને વળતર આપે છે. દર મહિને ઘઉં અને પેન્શન આપે છે. મારા 14 બાળકો છે પરંતુ મોદી પણ મારા પુત્ર છે. હું મારી 25 વીઘા જમીન તેમને આપવા માંગુ છું. હું પીએમને મળવા ઈચ્છું છું.
તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું
વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે તે પીએમ મોદીના લાંબા આયુષ્ય માટે દરરોજ પ્રાર્થના કરે છે. તે કહે છે કે મેં મોદીને ટીવી પર ઘણી વખત જોયા છે. મારે તેમને મળવું છે પણ તેમની સાથે મારો પરિચય કોણ કરાવશે. મારા પુત્રોમાં મોદી સૌથી ખાસ પુત્ર છે. તે વૃદ્ધોને ઘર આપી રહ્યો છે. ખાવા-પીવાની ચીજો આપી રહ્યો છે. તેમણે કહ્યું કે જો તેમને પીએમને મળવાની તક મળશે, તો તે તેમના માથા પર હાથ રાખીને તેમને આશીર્વાદ આપશે. આ સિવાય તેઓ તેમની પેન્શનની રકમમાં થોડો વધારો કરવાની માંગ કરશે.
આ પણ વાંચો---POKના લોકો જ ભારતમાં ભળવા માંગે છે, એટલે અમારે ખાસ કંઇ કરવાની જરૂર નહીં પડેઃ રાજનાથ સિંહ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Gujarat FirstMadhya PradeshNarendra Modipm modi
Next Article