અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ પાકિસ્તાન પહોંચી ગઈ, અને પછી...
અમૃતસરથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે પાકિસ્તાનના લાહોરમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછા ફરતા પહેલા વિમાન ગુજરાંવાલા સુધી પહોંચી ગયું હતું. આ અંગે એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. સ્થાનિક મીડિયાએ રવિવારે આ જાણકારી આપી છે.
મહત્વનું છે કે, અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ ખરાબ હવામાનને કારણે ડાયવર્ટ થઈને પાકિસ્તાનના લાહોર નજીક પહોંચી ગઈ હતી. શનિવારે (10 જૂન) રાત્રે લગભગ 8 વાગ્યે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાછા આવતા પહેલા ફ્લાઈટ ગુજરાનવાલા માટે ઉડી હતી. ફ્લાઈટ રડાર મુજબ, ઈન્ડિગો એરલાઈન્સનું ભારતીય વિમાન, જેની ઝડપ 454 નોટ હતી, લગભગ 7:30 વાગ્યે લાહોરની ઉત્તર દિશામાં પ્રવેશ્યું અને લગભગ અડધા કલાક પછી 8:01 વાગ્યે ભારત પરત ફર્યું.
એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે ઘણી ફલાઈટ તેના નિર્ધારીત સમય કરતા મોડી ચાલી રહી હતી. CAAના પ્રવક્તાએ લાહોર માટે હવામાનની ચેતવણી 11:30 વાગ્યા સુધી લંબાવી છે. શનિવારે અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી 5,000 મીટર હતી. પાકિસ્તાનમાં શનિવારે ભયંકર તોફાન આવ્યું હતું, જેમાં વૃક્ષો પણ ઉખડી ગયા હતા અને 29 લોકોના મોત થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ફ્લાઈટ પાકિસ્તાન પહોંચી હતી તેનું ટેલિફોન દ્વારા અમૃતસર એટીસી દ્વારા સારી રીતે સંકલન કરવામાં આવ્યું હતું. ક્રૂ R/T પર પાકિસ્તાનના સતત સંપર્કમાં હતો. તેમણે જણાવ્યું કે ફ્લાઇટને અમદાવાદમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. સિનિયર સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) અધિકારીએ જણાવ્યું હતું કે આ અસામાન્ય નથી, કારણ કે ખરાબ હવામાનમાં તેને “આંતરરાષ્ટ્રીય સ્તરે મંજૂરી” આપવામાં આવી હતી.
આ પણ વાંચો : IMDની ચેતવણી, વાવાઝોડું ‘બિપોરજોય’ અતિ પ્રચંડ બનશે, સાત રાજ્યોમાં ખતરો વધ્યો