Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આસામમાં પણ સુરતના તક્ષશિલા જેવો કાંડ, ઘણા બાળકો ફસાયા

Assam : આજથી 5 વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ (Fire in Takshila Arcade) ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ (22 students died) થયાં હતાં. આવી જ એક ઘટના હવે આસામ (Assam) માંથી...
03:58 PM May 18, 2024 IST | Hardik Shah
Fire in Assam

Assam : આજથી 5 વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ (Fire in Takshila Arcade) ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ (22 students died) થયાં હતાં. આવી જ એક ઘટના હવે આસામ (Assam) માંથી સામે આવી છે. જીહા, અહીં સિલચરના શિલોંગ પટ્ટી વિસ્તારની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી (massive fire broke) હતી. આ બિલ્ડીંગના ઉપરના માળે એક કોમ્પ્યુટર સંસ્થા ચાલે છે. ઘટના સમયે અહીં ઘણા છોકરા-છોકરીઓ ભણવા માટે હાજર હતા. આગની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો.

વિદ્યાર્થીઓના જીવ તાંડવે ચોટ્યા

આસામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સિલચરની કોમ્પ્યુટર ઈન્સ્ટિટ્યૂટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. હવે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળકોને સીડીઓથી નીચે જવાની તક પણ મળી નથી. ભયાનક આગ બાદ સંસ્થામાં આવેલા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા હતા. કેટલાક બાળકો બારીમાંથી બહાર નીકળતા અને પાઈપની મદદથી નીચે આવતા જોવા મળ્યા હતા.

સીડીઓથી વિદ્યાર્થીનીઓને નીચે ઉતારવામાં આવી

બાજુની બિલ્ડીંગની છત પર સીડી મૂકીને યુવતીઓને નીચે ઉતારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સીડી પણ એટલી મોટી નહોતી કે વિદ્યાર્થીનીઓ સીધી નીચે ઉતરી શકે. યુવતીઓએ પહેલા પોતાની બેગ ફેંકી અને પછી નીચે ઉતરવાનો પ્રયાસ શરૂ કર્યો. પરંતુ, તેમના પગ સીડી સુધી પહોંચી રહ્યા ન હોતા. તેથી, એક યુવક સીડી ઉપર ચઢી ગયો અને છોકરીઓને નીચે ઉતારવામાં મદદ કરી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 3 થી 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા બાળકો બિલ્ડિંગની છત પર ફસાયેલા છે. જો કે, તેમના નંબર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘટનાની માહિતી મળતાં સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો - KMP Expressway Accident : પ્રવાસી બસમાં લાગી આગ, 8 જીવતા દાઝ્યા, 24 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આ પણ વાંચો - Accident : ભરતપુરમાં UP રોડવેઝની બસ ટ્રક સાથે અથડાઈ, પાંચનાં મોત, અનેક ઘાયલ…

Tags :
AssamAssam Newsfire brigade reached the spotfire in computer instituteFire in SuratGujarat Firstmassive fire in the buildingShillong Patti areaSilchar Newsstudents trapped in the fireSurat's takshila
Next Article