ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમૃતપાલસિંહનો રાઇટ હેન્ડ જોગા સિંહ ઝડપાયો

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના સાથી જોગા સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. પંજાબના ડીઆઈજી બોર્ડર રેન્જ નરિંદર ભાર્ગવે શનિવારે  જણાવ્યું હતું કે 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહના મુખ્ય સહયોગી જોગા સિંહની સરહિંદથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ અમૃતપાલ સિંહને...
05:54 PM Apr 15, 2023 IST | Vipul Pandya
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહના સાથી જોગા સિંહની પંજાબ પોલીસે ધરપકડ કરી છે. પંજાબના ડીઆઈજી બોર્ડર રેન્જ નરિંદર ભાર્ગવે શનિવારે  જણાવ્યું હતું કે 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલ સિંહના મુખ્ય સહયોગી જોગા સિંહની સરહિંદથી ધરપકડ કરવામાં આવી છે. અગાઉ અમૃતપાલ સિંહને આશરો આપવા બદલ પંજાબમાં  બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વધુ 2 ઝડપાયા
અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા લોકોની ઓળખ હોશિયારપુર જિલ્લાના બાબક ગામના રહેવાસી રાજદીપ સિંહ અને જલંધર જિલ્લાના રહેવાસી સરબજીત સિંહ તરીકે થઈ છે. રાજદીપ સિંહ અને સરબજીત સિંહને શુક્રવારે રાત્રે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેમને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા
પપ્પલપ્રીત સિંહની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી
સોમવારે પોલીસે પંજાબના હોશિયારપુરથી અમૃતપાલ સિંહના નજીકના સાથી પાપલપ્રીત સિંહની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે, તેને કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. આ ધરપકડ પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સંયુક્ત ઓપરેશનનો ભાગ છે. પપલપ્રીત સિંહને મંગળવારે સવારે આસામની ડિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યો હતો.
અમૃતપાલ સિંહ હજુ ફરાર છે

પંજાબ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે અમૃતપાલ સિંહના મુખ્ય સહયોગી પાપલપ્રીતની અમૃતસર ગ્રામીણ પોલીસે કાથુ નાંગલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પપલપ્રીત અમૃતપાલ સિંહ સાથે અનેક તસવીરોમાં જોવા મળી હતી, જે રાજ્ય પોલીસની પકડમાંથી છટકી ગયા બાદ સામે આવી હતી. પોલીસે ગયા મહિને અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દેના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ 18 માર્ચે જલંધર જિલ્લામાં પોલીસની જાળમાંથી ભાગી ગયો હતો અને ત્યારથી તે ફરાર છે.

આ પણ વાંચો----આનંદો! CAPF ની પરીક્ષા ગુજરાતી સહિત 13 ભાષામાં આપી શકાશે
Tags :
Amritpal Singhbreaking newsJoga Singhlatest newsnational newspolicePunjabPunjab PoliceWaris de Punjab
Next Article