Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dr. Bharat Kanabar : " જયાં જયાં નબળું કામ થતું હોય ત્યાં નીડરતા થી અવાજ...."

અમરેલી ભાજપ અગ્રણી ડો ભરત કાનાબારનું તંત્ર પર વેધક ટ્વીટ નવા બનેલા રસ્તાઓ પર પડતા ખાડા અને ભૂવાથી લોકો પરેશાન માત્ર રસ્તાઓ તૂટતાં નથી તંત્ર પરનો ભરોસો તૂટે છે : ડો કાનાબાર જયાં જયાં નબળું કામ થતું હોય ત્યાં...
12:17 PM Aug 28, 2024 IST | Vipul Pandya
DR.BHARAT KANABAR

Amreli : અવાર નવાર ટ્વીટ કરીને પ્રજાની સમસ્યા ઉઠાવતા અમરેલી (Amreli) જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ફરી એક ટ્વીટ કરીને નઘરોળ તંત્રનો કાન આમળ્યો છે. ગુજરાતમાં વરસેલા અતિ ભારે વરસાદમાં રાજ્યમાં ઠેર ઠેર રસ્તા તૂટ્યાં છે અને બ્રિજ ધરાશાયી થયા છે તથા બેદરકારીના કારણે પાણી ભરાયા છે તેને અનુલક્ષીને ડો. ભરત કાનાબારે ટ્વીટ કરીને કહ્યું છે કે માત્ર રસ્તા તૂટતાં નથી, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટ્યો છે.

ડો ભરત કાનાબારનું તંત્ર પર વેધક ટ્વીટ

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ટ્વીટ કરીને કહ્યું છે કે નવા બનેલા રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા અને ભુવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતાં, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે.

Amreli BJP leader Dr. Bharat Kanabar

આ પણ વાંચો----પાકિસ્તાન જેટલા Deep Depression એ 84 કલાક રાજ્યને ઘમરોળ્યું

એન્જીનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઇ દંડ થતો નથી

તેમણે ટ્વીટમાં લખ્યું કે નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજ્યા પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મસમોટા પગાર લેતા એન્જીનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઇ દંડ થતો નથી. તેમણે વેધક સવાલ કર્યો છે કે એમને સરકાર પગાર શેનો આપે છે.

જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે

ડો. ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું કે આવા રસ્તા પર હડદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારેય તેની હાડમારીનો અંત આવશે નહીં, તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે..તેમણે ટ્વીટમાં એમ પણ લખ્યું છે કે આપ મુઆ સ્વર્ગમાં ના જવાય...તેમ પોતાના હકોની લડાઇ તો લોકોએ જાતે જ લડવી પડશે....

ડો. ભરત કાનાબારનું આ ટ્વીટ નઘરોળ અને ભ્રષ્ટ સરકારી તંત્ર પર ચાબખા સમાન

ડો. ભરત કાનાબારનું આ ટ્વીટ નઘરોળ અને ભ્રષ્ટ સરકારી તંત્ર પર ચાબખા સમાન છે. આજે ભારે વરસાદથી ગુજરાતની સ્થિતી ખરાબ છે. અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં પણ રસ્તા તૂટ્યા છે. પાણીનો યોગ્ય નિકાલ ના થવાના કારણે રસ્તાઓ જળબંબાકાર છે, પુલો તુટ્યા છે અને સામાન્ય માણસ ઘરમાં બેસી લાચાર બનીને માત્ર મૂક પ્રેક્ષક બની રહ્યો છે.

આ પણ વાંચો--- Gujarat: સાચવજો..હજું ખતરો ટળ્યો નથી કારણ કે....

Tags :
AmreliAmreli BJP leader Dr. Bharat Kanabarcorrupt government systemCorruptionMONSOON 2024Tweet
Next Article