Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Galteshwar : મહિસાગર નદીમાં નહાવા પડેલા 3 યુવક ડૂબી જતાં મોત

Galteshwar : ખેડા જિલ્લાના ગળતેશ્વર (Galteshwar)માં મહિસાગર નદીમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. એક શખ્સને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ચારેય મિત્રો અચાનક...
galteshwar   મહિસાગર નદીમાં નહાવા પડેલા 3 યુવક ડૂબી જતાં મોત

Galteshwar : ખેડા જિલ્લાના ગળતેશ્વર (Galteshwar)માં મહિસાગર નદીમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત થતાં હાહાકાર મચી ગયો છે. એક શખ્સને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

Advertisement

ચારેય મિત્રો અચાનક જ પાણીમાં ડૂબવા લાગ્યા

મળેલી માહિતી મુજબ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં મહિસાગર નદીમાં અમદાવાદના 9 મિત્રો નહાવા માટે આવ્યા હતા. જો કે નહાવા પડેલા આ ચારેય મિત્રો અચાનક જ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. તેમણે બચાવો બચાવોની બુમો પાડતાં સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા.

ત્રણ યુવક ડુબી ગયા

સ્થાનિક તરવૈયાઓ તુરત જ ચારેય યુવકને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા પણ ત્રણ યુવક ડુબી ગયા હતા જ્યારે તરવૈયાઓએ એક યુવકને બચાવી લીધો હતો. ત્રણેય યુવકના મૃતદેહને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યો હતો.

Advertisement

અમદાવાદથી 9 મિત્રો ગળતેશ્વરમાં ફરવા આવ્યા હતા

મૃતકોમાં અમદાવાદના વટવામાં રહેતો સુનિલ કુશવાહા અને ખોખરામાં રહેતા હિતેશ ચાવડા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે જ્યારે ત્રીજા યુવકની ઓળખ થઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદથી 9 મિત્રો ગળતેશ્વરમાં ફરવા આવ્યા હતા અને તે મહિસાગર નદીમાં નહાવા પડ્યા હતા અને નહાતી વેળા એક પછી એક મિત્રો નદીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

તમામ મૃતદેહને સેવાલીયા સરકારી દવાખાનામાં લવાયા

તમામ મૃતદેહને સેવાલીયા સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સેવાલિયા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી શરુ કરી હતી.

Advertisement

આ પણ વાંચો---- Ahmedabad : બોમ્બની ધમકી મળતાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો---- નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું હવે થયું મોંઘું, પરંતુ ગુજરાતના આ એકમાત્ર TOLL ઉપર ભાવ વધારો નથી પડયો લાગુ

આ પણ વાંચો---- Junagadh : પોલીસની 5 ટીમોના દરોડા પણ ગણેશ ગોંડલ હજું પકડાતો નથી

આ પણ વાંચો---- AHMEDABAD : પતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો, પરિણીતાએ દહેજ પેટે રૂપિયા 43 લાખ આપ્યા છત્તા સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું 

Tags :
Advertisement

.