Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમિત શાહે પાકિસ્તાનને આપી ચેતાવણી, કહ્યું - POK ભારતનું છે અને ત્યાંના લોકો પણ...

Home Minister Amit Shah: લોકસભાની ચૂંટણી હવે થોડા જ દિવસો બાદ યોજાઈ શકે છે. ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાકિસ્તાન પર કાશ્મીર મુદ્દે વાક્ પ્રહાર કર્યા હતાં. વાક્ પ્રહાર...
08:29 AM Mar 16, 2024 IST | VIMAL PRAJAPATI
Amit Shah

Home Minister Amit Shah: લોકસભાની ચૂંટણી હવે થોડા જ દિવસો બાદ યોજાઈ શકે છે. ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાકિસ્તાન પર કાશ્મીર મુદ્દે વાક્ પ્રહાર કર્યા હતાં. વાક્ પ્રહાર કરતા ગૃહમંત્રીએ પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાન પાસે છે તે ભારતનો ભાગ છે. અમિત શાહ બોલ્ચા કે, પાકિસ્તાનના કબ્જા વાળું કાશ્મીરનો ભાગ ભારતનો છે અને ત્યાં રહેતા લોકો ભગે ગમે તે ધર્મના હોય પણ ભારતીય છે.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી

ઉલ્લેખનીય છે કે, આ ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએએના મુદ્દા પર પણ ચર્ચા કરી હતીં. અત્યારે ભારતભરમાં સીએએનો મુદ્દો ખુબ જ ચર્ચાઈ રહ્યો છે. દરેક રાજકીય પાર્ટીઓ સીએએને લઈને પોતાના નિવેદનો આપી રહીં છે. વિપક્ષ સતત તેના પર ટિપ્પણીઓ કરી રહ્યું છે. અમિત શાહે કહ્યું કે, આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલના વિવાદિત નિવેદન પર સરકારે પહેલા જ જવાબ આપી દીધો છે.

પીઓકેમાં રહેતા લોકો પણ ભારતીય છેઃ અમિત શાહ

આ સાથે સાથે રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) 2019નો મજબૂત બચાવ કરતા કહ્યું કે, ‘આ કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અત્યાચારનો ભોગ બનેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યો હતો.વધુમાં રાષ્ટ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ‘પીઓકે ભારતનો જ ભાગ છે. પીઓકેમાં રહેતા લોકો પણ ભારતીય છે. પછી ભલે તે હિંદુ હોય કે, મુસ્લિમ. પીઓકેમાં રહેતા હિંદુ અને મુસ્લિમ બન્ને આપણા ભારતીય જ છે.’

વિપક્ષ પર રાષ્ટ્રીય ગૃહમંત્રીએ કર્યા વાક્ પ્રહાર

સીએએના અમલીકરણના સમય અંગેની ટીકાને નકારી કાઢતા શાહે કહ્યું કે કાયદો 2019માં પસાર થયો હતો અને હવે નિયમો જારી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો CAAનો વિરોધ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તે ધર્મ પર આધારિત છે, તે જ લોકો મુસ્લિમ પર્સનલ લો જેવા કાયદાનું સમર્થન કરે છે.

આ પણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો
આ પણ વાંચો: Lok Sabha Election 2024: ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા PM મોદીનો ભાવનાત્મક સંદેશ
આ પણ વાંચો: Human Development Index ના આંકડા જાહેર, ભારતના આંકડામાં આવ્યો સુધારો
Tags :
Home MinisterHome Minister Amit Bhai ShahHome Minister Amit ShahHome Minister Of IndiaNational Home MinisterUnion Home Minister Amit Bhai ShahVimal Prajapati
Next Article