સતત બીજી વખત ગૃહ મંત્રી તરીકે પદભાર સંભાળતા Amit Shah
Amit Shah : નરેન્દ્ર મોદી સરકાર 3.0ની રચના થયા બાદ મંત્રીઓને વિભાગોની ફાળવણી થઇ ગઇ છે અને મંગળવારે સવારથી જ નવા મંત્રીઓએ પોતાના વિભાગમાં જઇને ચાર્જ સંભાળી લીધો હતો. અમિત ભાઇ શાહે (Amit Shah ) પણ આજે ગૃહ પ્રધાન તરીકે સતત બીજી વાર ચાર્જ સંભાળ્યો હતો. અમિતભાઇ શાહે ગૃહ વિભાગની સાથે સહકાર મંત્રાલયનો પણ ચાર્જ લીધો હતો.
સતત બીજી વખત ગૃહ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો
અમિતભાઈ શાહે મંત્રી પદનો ચાર્જ આજે સંભાળી લીધો છે. તેમણે ગૃહ અને સહકારિતા મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. સતત બીજી વખત ગૃહ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે.
સી.આર.પાટીલે પણ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો
આ સાથે જ ગુજરાતના નવસારીના સાંસદ તથા નરેન્દ્ર મોદી સરકારમાં પ્રથમવાર મંત્રી બનનારા સી.આર.પાટીલે પણ ચાર્જ સંભાળ્યો હતો. તેમણે જળશક્તિ મંત્રાલયમાં જઇને ચાર્જ સંભાળ્યો હતો.
મનસુખ માંડવિયાએ પણ ચાર્જ સંભાળ્યો
આ સાથે શ્રમ અને રોજગાર તથા રમત ગમત યુવા કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ પણ ચાર્જ સંભાળ્યો હતો કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે જે.પી.નડ્ડાએ પણ ચાર્જ સંભાળ્યો હતો. સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે પણ ચાર્જ સંભાળ્યો હતો. ઉપરાંત સંચાર મંત્રી તરીકે જ્યોતિરાદીત્ય સિધીયાએ પણ પોતાના મંત્રાલયમાં જઇને ચાર્જ સંભાળ્યો હતો. સંસદીય કાર્ય મંત્રી કિરન રિજીજૂ અને સુચના અને પ્રસારણ રાજ્ય મંત્રી તરીકે એલમુરુગને ચાર્જ સંભાળ્યો હતો. આ સાથે રક્ષા વિભાગના રાજ્ય મંત્રી સંજય શેઠે અને સ્કીલ ડેવલપમેન્ટ મંત્રી રાજ્ય કક્ષા તરીકે જયંત ચૌધરીએ પણ ચાર્જ સંભાળ્યો હતો.
તમામ મંત્રીઓએ સંભાળ્યો ચાર્જ
ઉપરાંત ગ્રાહકો અને સાર્વજનિક વિતરણ રાજ્ય કક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયા ફૂડ પ્રોસેસિંગ મંત્રી ચિરાગ પાસવાન તથી વીજ મંત્રી મનોહરલાલે પણ ચાર્જ સંભાળ્યો હતો. પેટ્રોલિયમ અને ગેસ મંત્રી રાજ્ય કક્ષા તરીકે સુરેશ ગોપીએ અને વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ ચાર્જ સંભાળ્યો હતો. ટેક્સટાઇલ મિનિસ્ટર ગિરિરાજ સિંહ અને સર્વાબનંદ સોનોવાલ અને રેલ મંત્રી તરીકે અશ્વિની વૈષ્ણવે પણ ચાર્જ સંભાળ્યો હતો.
આ પણ વાંચો------ S Jaishankar : પાકિસ્તાન અને ચીનને તો….!
આ પણ વાંચો--- MODI 3.0 : મોદી કેબિનેટના મંત્રી એસ.જયશંકર અને અશ્વિની વૈષ્ણવે સંભાળ્યો કાર્યભાર
આ પણ વાંચો----- અભિનેતામાંથી રાજકારણી બનેલા Suresh Gopi એ સંભાળ્યો કાર્યભાર, કહ્યું- મારા માટે આ બધું નવું છે…