Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah એ દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના LG સાથે વાત કરી, વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આકાશ આફતના કારણે હાહાકાર મચી ગયો છે. રાજધાનીમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે અમરનાથ યાત્રાને રોકી દેવામાં...
amit shah એ દિલ્હી અને જમ્મુ કાશ્મીરના lg સાથે વાત કરી  વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવ્યો

દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં આકાશ આફતના કારણે હાહાકાર મચી ગયો છે. રાજધાનીમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. જેના કારણે હજારો તીર્થયાત્રીઓ જમ્મુ અને ગુફા મંદિરના માર્ગ પર વિવિધ સ્થળોએ ફસાયેલા છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી સ્થિતિનો તાગ મેળવ્યો છે.

Advertisement

જો દિલ્હીની વાત કરીએ તો અહીં ભારે વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચારેબાજુ પાણી ભરાયા છે. મિન્ટો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. અનેક સાંસદોના બંગલાઓમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએથી વૃક્ષો પડવાના, દિવાલો ધરાશાયી થવાના અહેવાલો છે. IMDના ડેટા અનુસાર જુલાઈમાં 1982 પછી એક જ દિવસમાં સૌથી વધુ 153 મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગોમાં ગુરુવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે, મહાગુન ટોપ અને અમરનાથ ગુફાની આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે યાત્રાળુઓને ખાતરી આપી હતી કે વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તેમને ગભરાવાની જરૂર નથી અને અધિકારીઓ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે.

Advertisement

પંજાબ: સીએમ માન એ પોતાના મંત્રીઓને લોકોની મદદ કરવા સૂચના આપી

બીજી તરફ પંજાબમાં પણ રવિવારે સવારથી વરસાદના કારણે તણાવ વધી ગયો છે. રાજ્યના અનેક શહેરો પાણીમાં ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓને અવિરત વરસાદને કારણે લોકોને મદદ કરવા માટે પોતપોતાના વિસ્તારોમાં રહેવા કહ્યું છે. તેમને નીચાણવાળા વિસ્તારો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને રાહત સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે ડેપ્યુટી કમિશનરો અને એસએસપીને પોતપોતાના જિલ્લામાં રાહત અને પૂર સંરક્ષણ કાર્યોમાં ઝડપ લાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ રાજ્યમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનું નિયમિતપણે નિરીક્ષણ કરવું જોઈએ.

Advertisement

વરસાદના કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા અધિકારીઓ

તે જ સમયે, પંજાબ પોલીસે સંભવિત પૂરને કારણે ઊભી થતી કોઈપણ પ્રકારની કટોકટીનો સામનો કરવા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવ અને સ્પેશિયલ ડીજીપી કાયદો અને વ્યવસ્થા અર્પિત શુક્લા રાજ્યની પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે, જ્યારે સીપી/એસએસપીને પણ ફીલ્ડમાં રહેવા અને નિયમિત અંતરે પોતપોતાના જિલ્લાઓમાં વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : નદીઓ બની ગાંડીતૂર, રસ્તાઓ પર ‘પૂર…’, પહાડોથી લઈને મેદાની પ્રદેશો સુધી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

Tags :
Advertisement

.