Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, રાહુલ ગાંધી Jammu-Kashmir ને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે'

ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કોંગ્રેસ આતંકવાદ પ્રત્યે નરમ વલણ ધરાવે છે - અમિત શાહ આતંકવાદને ખતમ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે - અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) વિધાનસભા ચૂંટણીને...
અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર  રાહુલ ગાંધી jammu kashmir ને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માગે છે
  1. ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
  2. કોંગ્રેસ આતંકવાદ પ્રત્યે નરમ વલણ ધરાવે છે - અમિત શાહ
  3. આતંકવાદને ખતમ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે - અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) વિધાનસભા ચૂંટણીને લઈને કિશ્તવાડમાં રેલી કરી હતી. આ રેલીમાં ગૃહમંત્રી અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કલમ 370 અંગે સરકારનું વલણ પણ સ્પષ્ટ કર્યું. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર "તેમની પારિવારિક સરકાર" બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં સત્તામાં આવી શકતા નથી. તેમજ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માંગે છે.

Advertisement

કોંગ્રેસ આતંકવાદ પ્રત્યે નરમ વલણ ધરાવે છે - અમિત શાહ

જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં ભાજપના નેતા અમિત શાહે વારંવાર દાવો કર્યો છે કે, કોંગ્રેસ અને તેની સહયોગી નેશનલ કોન્ફરન્સ (NC) આતંકવાદ પ્રત્યે નરમ વલણ ધરાવે છે અને જો ગઠબંધન સરકાર સત્તામાં આવશે, તો તેઓ આતંકવાદીઓ અને પથ્થરબાજોને જેલમાંથી મુક્ત કરશે. જોકે, તેમના દાવાને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલા જ ફગાવી દીધા છે.

Advertisement

આ પણ વાંચો : રાહુલ ગાંધીની જીભ કાપનારને રૂપિયા 11 લાખનું ઈનામ મળશે : સંજય ગાયકવાડ

જાણો રેલીમાં શું કહ્યું હતું...

ચૂંટણી રેલીમાં શાહે કહ્યું હતું કે, "અહીં ફરી એકવાર આતંકવાદને સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. NC અને કોંગ્રેસે તો વચન પણ આપ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે, તો તેઓ આ આતંકવાદીઓને છોડી દેશે. પરંતુ હું આજે તમને ખાતરી આપું છું કે જ્યાં સુધી નરેન્દ્ર મોદીની સરકાર (કેન્દ્રમાં) હોવાથી ભારતની ધરતી પર આતંકવાદ ફેલાવવાની કોઈ હિંમત નહીં કરે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આતંકવાદને એવા સ્તરે દફનાવી દેવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે કે તે ફરી પાછો ફરી શકે નહીં. તેમણે કહ્યું, "આજે હું આ ક્ષેત્રના તમામ શહીદોને યાદ કરું છું અને વચન આપું છું કે અમે આતંકવાદને એવી રીતે ખતમ કરીશું કે તે ફરી ક્યારેય ઉભરી ન આવે."

Advertisement

આ પણ વાંચો : સૌરભ ભારદ્વાજે કેજરીવાલને શ્રી રામ સાથે સરખાવ્યા; કહ્યું- તેમણે સતયુગમાં પોતાનું સિંહાસન છોડ્યું હતું, આજે...

કલમ 370 નો ઈતિહાસ પણ જણાવ્યો...

વધુમાં અમિત શાહે પુનરાવર્તિત કર્યું કે કલમ 370, જેણે જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)ને 'વિશેષ દરજ્જો' આપ્યો હતો અને ઓગસ્ટ 2019 માં ભાજપની આગેવાની હેઠળના કેન્દ્ર દ્વારા તેને રદ કરવામાં આવ્યો હતો, તેને પાછું લાવી શકાતું નથી કારણ કે કલમ 370 ઇતિહાસ બની ગઈ છે. વધુમાં કહ્યું કે, જો કલમ 370 પાછી લાવવામાં આવશે તો ગુર્જરો અને પહાડીઓને આપવામાં આવેલા આરક્ષણ ખતમ થઈ જશે.

આ પણ વાંચો : UP માં વરુનો આતંક યથાવત, 11 વર્ષના બાળક પર કર્યો હુમલો

Tags :
Advertisement

.