Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Malviya એ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસ ખટા-ખટ, ટકા-ટક જનતાને લૂંટી રહી છે...

BJP નેતા અમિત માલવિયા (Amit Malviya)એ સોશિયલ મીડિયા સાઈટ X પર એક પોસ્ટ શેર કરી છે તેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, કોંગ્રેસ લૂંટી રહી...
amit malviya એ કોંગ્રેસ પર સાધ્યું નિશાન  કહ્યું  કોંગ્રેસ ખટા ખટ  ટકા ટક જનતાને લૂંટી રહી છે

BJP નેતા અમિત માલવિયા (Amit Malviya)એ સોશિયલ મીડિયા સાઈટ X પર એક પોસ્ટ શેર કરી છે તેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, કોંગ્રેસ લૂંટી રહી છે, ખટા ખટ, ટકા ટક. વાસ્તવમાં, તેમણે જે પોસ્ટ કરી છે, તેમાં લખ્યું છે કે, "કોંગ્રેસની ગેરંટી પૂરી કરવા માટે પૈસાની જરૂર છે, તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા." તેમણે કર્નાટક સરકારના મંત્રી એમબી પાટીલના આ નિવેદનને ટાંકીને આવ વાત કહી છે.

Advertisement

પેટ્રોલ ક્યાં અને કયા ડરે વેચાય છે?

આ પોસ્ટના આગળના ભાગમાં બે બોક્સ બનાવવામાં આવ્યા છે. બંને બોક્સમાં પેટ્રોલના ભાવ લખેલા છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના નામ એક બોક્સમાં આપવામાં આવ્યા છે. બીજા બોક્સમાં ભાજપ શાસિત રાજ્યોના નામ આપવામાં આવ્યા છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં, કર્ણાટકમાં પેટ્રોલ 102.86 રૂપિયા પ્રતિ લિટર, તેલંગાણામાં 107.41 રૂપિયા પ્રતિ લિટર અને તમિલનાડુમાં 100.75 રૂપિયા પ્રતિ લિટર ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે ભાજપ શાસિત રાજ્યો એટલે કે ઉત્તર પ્રદેશમાં પેટ્રોલ 94.56 રૂપિયા પ્રતિ લિટર, ગુજરાતમાં 94.65 રૂપિયા પ્રતિ લિટર અને ઉત્તરાખંડમાં 93.48 રૂપિયા પ્રતિ લિટર ભાવે વેચાઈ રહ્યું છે.

Advertisement

અમિત માલવિયા પર લાગેલા આરોપો પર સુકાંત મજમુદારનું નિવેદન...

ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજમુદારે સોમવારે પાર્ટીના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) વિભાગના વડા અમિત માલવિયા (Amit Malviya) સામેના આરોપોને "પાયાવિહોણા" અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા. માલવિયા પાર્ટીના પશ્ચિમ બંગાળના સહ-પ્રભારી પણ છે. માલવિયાએ કોલકાતાના વકીલને તેમની સામે "ખોટા અને બદનક્ષીભર્યા આરોપો" કરવા બદલ કાનૂની નોટિસ મોકલી છે અને તેના માટે માફીની માંગણી કરી છે. મજુમદારે PTI સાથે વાત કરતા કહ્યું છે કે, "માલવિયા પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને સત્યથી દૂર છે. તેમની વ્યક્તિગત પ્રમાણિકતા સવાલોથી પર છે. જે લોકો પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે તેઓ રાજકીય હેતુઓ માટે આવું કરી રહ્યા છે."

આ પણ વાંચો : NEET PAPER LEAK : કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સ્વીકારી પરિણામોના ગેરરીતિની વાત, કહ્યું – કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં

Advertisement

આ પણ વાંચો : BIHAR : પટના પાસે ગંગા દશેરાના દિવસે જ બોટ ગંગામાં ડૂબી, 17 લોકો ડૂબ્યા

આ પણ વાંચો : SLEEPER VANDE BHARAT TRAIN : હવે સ્લીપર વંદે ભારત ટ્રેન પણ થશે લોન્ચ, આધુનિક સુવિધાઓથી હશે સજ્જ

Tags :
Advertisement

.