Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ વખતે નવરાત્રીમાં પડશે વરસાદ ? વાંચો શું કહ્યું અંબાલાલ પટેલે..

રાજ્યમાં ફરી એક વાર વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) વ્યક્ત કરી છે. આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ રહે તેવી શક્યતા છે જેથી ખેલૈયાઓનો મૂડ બગડી શકે છે. અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી...
આ વખતે નવરાત્રીમાં પડશે વરસાદ   વાંચો શું કહ્યું અંબાલાલ પટેલે

રાજ્યમાં ફરી એક વાર વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) વ્યક્ત કરી છે. આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ રહે તેવી શક્યતા છે જેથી ખેલૈયાઓનો મૂડ બગડી શકે છે.

Advertisement

અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી

અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરતાં જણાવ્યું કે તારીખ 17મીના રોજ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. એટલે તારીખ 17, 18 અને 19માં રાજ્યનાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત તારીખ 13, 14,,15માં પણ વાદળછાયું આવવાની શક્યતા સાથે પવન ફૂંકાશે. આ સાથે બંગાળ ઉપસાગરમાં તારીખ 23થી 26 ઓક્ટોબરમાં તેજ હવા સાથે સાયક્લોન બનશે અને તેની અસરને કારણે દેશના પૂર્વીય ભાગોમા વરસાદ થવાની શક્યતા રહેશે.

Advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ

તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થશે. 17થી 20 ઓક્ટોબરમાં ભારે સાયક્લોન સર્જાશે જે 18થી 24 તારીખમાં સક્રિય થશે. જેના કારણે વરસાદી માહોલ રહેશે. અને ગુજરાતમાં પણ વાતાવરણ બદલાશે. આ બદલાયેલા વાતાવારણના કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા શરુ થશે અને ધીમે ધીમે ઠંડીની પણ શરુઆત થશે.

Advertisement

આ પણ વાંચો---નડિયાદમાં સંતરામ મંદિર ખાતે નવરાત્રી મેળાનાં સ્ટોલનું ઉદ્ધધાટન

Tags :
Advertisement

.