Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી 

રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશેઃ અંબાલાલ અમદાવાદમાં પણ ભારે વરસાદ પડશેઃ અંબાલાલ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી રાજ્યમાં આવતા 24 કલાક ભારે છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત...
12:38 PM Jul 22, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં આવતા 24 કલાક ભારે છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાત ફર્સ્ટ પર આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ (heavy rain ) પડશે.
24 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદ
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે 24 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. આ સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
સવારથી જ રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરુ કરી
બીજી તરફ આજે સવારથી જ રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરુ કરી છે. વડોદરામાં ગત મધરાત્રે ચાર કલાકમાં 5 ઇંચ વરસાદ પડતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે શહેરની વિશ્વામિત્રી નદીની સપાટી પણ વધી છે.
દમણગંગા નદી બની ગાંડીતૂર બની
અતિ ભારે વરસાદના કારણે  વલસાડની દમણગંગા નદી બની ગાંડીતૂર બની છે. પાણીની આવક વધતાં  મધુબન ડેમના 10 દરવાજા 1.50 મીટર ખોલાયા છે જ્યારે  ડેમમાંથી નદીમાં 80 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે જેના કારણે  નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે.  દાદરાનગર હવેલીમાં મધુડેમમાંથી પાણી છોડાતા એક કાર પાણીમાં તણાઇ હતી જેમાં 2 વ્યક્તિ સવાર હતા. તંત્રએ કારની શોધખોળ શરુ કરી છે.
ભારે વરસાદના કારણે રાજ્યમાં 7 વ્યક્તિના મોત
આ તરફ ભારે વરસાદના કારણે રાજ્યમાં 7 વ્યક્તિના મોત થયા છે જેમાં જેતપુરમાં 3 વ્યક્તિના મૃતદેહ મળ્યા છે જ્યારે એક વ્યક્તિ લાપતા હોવાનું જાણવા મળે છે. ભાવનગર અને અમરેલી જીલ્લામાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. જામનગરના ધરમપુરમાં એક વ્યક્તિ લાપતા બન્યો છે.
રાજ્યમાં 275 માર્ગ બંધ
ભારે વરસાદથી રાજ્યમાં 275 માર્ગ બંધ થઇ ગયા છે.  પોરબંદરમાં એક નેશનલ હાઈવે બંધ કરાયો છે.  13 સ્ટેટ હાઈવે ભારે વરસાદના કારણે બંધ કરાયા છે.  દેવભૂમિ દ્વારકામાં 4 સ્ટેટ હાઈવે બંધ છે તથા  રાજકોટ, જામનગર, પોરબંદરમાં 2-2 SH બંધ કરાયા છે. રાજ્યમાં
પંચાયત હસ્તકના 246 રસ્તાઓ બંધ છે.
આ પણ વાંચો---AHMEDABAD ACCIDENT CASE : અકસ્માત પહેલા તથ્ય પટેલ ક્યાં હતો..?
Tags :
Ambalal Patelheavy rainMonsoonMonsoon 2023Rain
Next Article