Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : સુખદેવ ગોગામેડી હત્યાકાંડ મુદ્દે અંબાજી સજ્જડ બંધ, ઠેર ઠેર આક્રોશ

અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી જયપુર ખાતે 5 ડિસેમ્બરના રોજ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો રાજસ્થાન બહાર ગુજરાત સુધી પહોચ્યો છે, ત્યારે શકિતપીઠ અંબાજી ખાતે સર્વ સમાજ દ્વારા સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડ ને લઈ સર્કલ ઓફિસર અને અંબાજી પોલીસ ઇન્સ્પેકટરને આવેદનપત્ર...
ambaji   સુખદેવ ગોગામેડી હત્યાકાંડ મુદ્દે અંબાજી સજ્જડ બંધ  ઠેર ઠેર આક્રોશ

અહેવાલ---શક્તિસિંહ રાજપુત,અંબાજી

Advertisement

જયપુર ખાતે 5 ડિસેમ્બરના રોજ કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો રાજસ્થાન બહાર ગુજરાત સુધી પહોચ્યો છે, ત્યારે શકિતપીઠ અંબાજી ખાતે સર્વ સમાજ દ્વારા સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડ ને લઈ સર્કલ ઓફિસર અને અંબાજી પોલીસ ઇન્સ્પેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.અંબાજીના તમામ બજારો વહેલી સવારથી સ્વયંભૂ બંધ જોવા મળ્યા હતા અને સર્વ સમાજ દ્વારા રેલી સ્વરૂપે જોડાઈ 51 શકિતપીઠ થી રેલી સ્વરૂપે અંબાજી બજારમાં નીકળી હતી.

Advertisement

સર્કલ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું

કરણી સેનાના નેતાના હત્યારાઓને પકડી પાડી આકરી સજા મળે તેવી સર્વે સમાજ ની માંગ રેલીમાં સાંભળવા મળી હતી.સર્વ સમાજ ની સાથે રહેતા કરણી સેનાના પ્રમુખ નેતા એવા સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરમાં ઘુસી ગોળી મારી હત્યા કરનાર 4 આરોપીઓ પૈકી 2 હજુ પણ ફરાર હોઈ તેમને પકડી પાડવા પોલીસ તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે. અંબાજી 51 શકિતપીઠ સર્કલ ખાતે સુખદેવસિંહની તસ્વીર પર શ્રદ્ધાંજલી અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં રેલી નીકળી હતી અને ત્યારબાદ આ રેલી સર્કલ ઓફિસ પર પહોંચી હતી અને સર્કલ ઓફિસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ રેલી અંબાજી પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ત્યારબાદ અંબાજી પીઆઇને સર્વ સમાજ વતી આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. રેલીમાં લોરેન્સ બીસનોઈ હાયહાયના નારા સાંભળવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.સંદીપસિંહ રાજપૂત, કરણીસેના, અંબાજી અધ્યક્ષ સહીત સર્વ સમાજના લોકો હાજર રહ્યા હતા.

Advertisement

ખુબજ દુઃખદ ઘટના

અંબાજીના ધર્મપુરી મહારાજે જણાવ્યું હતું કે ખુબજ દુઃખદ ઘટના જયપુર ખાતે બની છે. પોલીસે તાત્કાલીક અસરથી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ અમે સર્વ સમાજના લોકો કરી રહ્યા છીએ.

આ પણ વાંચો----રાજકોટમાં RMCના ભ્રષ્ટ અધિકારીઓ સામે કોર્પોરેટર પણ લાચાર! વારંવાર રજૂઆત છતાં કામ કરતા નથી, મનપા કચેરીએ નોંધાવશે વિરોધ

Tags :
Advertisement

.