Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amarnath Yatra : અમરનાથ યાત્રા કરી પરત ફરી રહેલો યાત્રિક 300 ફૂટ નીચે પડી જતાં મોત

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. શુક્રવારે મોડી રાતે પવિત્ર અમરનાથ ગુફાથી પરત ફરી રહેલા 50 વર્ષિય તિર્થયાત્રીનું મોત થયું કારણ કે તે કાલીમાતા પાસે અચાનક લપસી ગયો અને 300 ફુટ નીચે પડી ગયો. જમ્મુ...
09:55 AM Aug 19, 2023 IST | Viral Joshi

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા દરમિયાન એક દુ:ખદ ઘટના સામે આવી છે. શુક્રવારે મોડી રાતે પવિત્ર અમરનાથ ગુફાથી પરત ફરી રહેલા 50 વર્ષિય તિર્થયાત્રીનું મોત થયું કારણ કે તે કાલીમાતા પાસે અચાનક લપસી ગયો અને 300 ફુટ નીચે પડી ગયો. જમ્મુ કાશ્મીર પોસીસે કહ્યું કે, તિર્થયાત્રીને બચાવીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. મૃતક બિહારના રોહતાસ જિલ્લાના રહેવાસી હતો.

સારવાર દરમિયાન મોત

અમરનાથ યાત્રા પર આવેલા બિહારના એક શખ્સનું દુર્ઘટનામાં મોત થયું છે. બિહારના રોહતાસ જિલ્લાના વિજયકુમાર શાહ પવિત્ર અમરનાથ ગુફાથી પરત ફરી રહ્યાં હતા. રસ્તામાં કાલીમાતા નજીક તેનો પગ લપસી જતાં 300 ફુટ નીચે પડી ગયા. તેમને રેસક્યૂ ટીમે બચાવી લીધો પરંતુ સારવાર દરમિયાન તેમની મોત થઈ ગયું.

તિર્થયાત્રી બિહારના રહેવાસી હતા

જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે, વિજયકુમાર શાહ, ગામ તુમ્બા, જિલ્લા રોહતાસ બિહારના રહેવાસી અમરનાથ યાત્રા પર આવ્યા હતા. તેઓ એક અન્ય યાત્રી મમતા કુમારી સાથએ પવિત્ર અમનાથ ગુફાથી પરત આવી રહ્યાં હતા. આ દરમિયાન કાલીમાતા પાસે અચાનક વિજયકુમાર શાહે સંતુલન ગુમાવ્યું અને તેઓ લપસી ગયા. તે બાદ તેઓ 300 ફુટ નીચે પડી ગયા. યાત્રિકને માઉન્ટેન રેસ્ક્યૂ ટીમ અને ભારતીય સેનાએ સંયુક્ત રીતે બચાવ્યા પણ તેમનું મોત થઈ ગયું.

આ પણ વાંચો : CHANDRAYAAN-3 23મી ઓગસ્ટના દિવસે જ કેમ ચંદ્ર પર કેમ ઉતરશે? જાણો કારણ

Tags :
AccidentAmarnathamarnath yatraamarnath yatra 2023DeathPilgrim
Next Article