Pushpa ની ધરપકડનો ચાહકોએ કર્યો વિરોધ, મંત્રીઓની ધરપકડની કરી માગ
- ફિલ્મ નિર્માતાઓ વતી વકીલ પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે
- અભિનેતાને 4 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલ્યો
- સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે
Allu Arjun arrested in Stampede Case : સાઉથ સુપરસ્ટાર પુષ્પા 2 ના અભિનેતા Allu Arjun અત્યારે દેશમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે... તાજેતરમાં તેમની હૈદરાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે આ તેમને આજે પોલીસ દ્વારા કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. તેમની વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે બીએનએસની ધારા 105 અને 118 (1) દાખલ કરીને એફઆઈઆર દાખલ કરી છે.
અબિનેતાને 4 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલ્યો
તો તાજેતરમાં પુષ્પારાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પુષ્પા 2 સાથે જોડાયેલા વિવાદને લઈને તેલંગાણા હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન અભિનેતા Allu Arjun અને ફિલ્મ નિર્માતાઓ વતી વકીલ પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. પરંતુ નામપલ્લી કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલી દીધો છે.
આ પણ વાંચો: પોલીસ સ્ટેશન ખરીદનારાની 14 દિવસ માટે જેલની થઈ સજા
સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે
તો બીજી તરફSocial Media પર Allu Arjunની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એકSocial Media યુઝરે લખ્યું છે કે, જો સુપરસ્ટારની બેદરકારી બદલ ધરપકડ થઈ શકે છે, તો મંત્રીઓની કેમ નહીં? રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની 100 થી વધુ મૃત્યુ માટે ધરપકડ કેમ ન થઈ શકે? અન્ય યુઝરે લખ્યું કે, એક પરમિશન લેટર પણ હતો. તેલંગાણા પોલીસની પણ મંજૂરી હતી. સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. એક યુઝરે કહ્યું, આ મૂર્ખતા છે. નાસભાગ માટે અભિનેતા શું કરશે? તેની જવાબદારી થિયેટર માલિકની છે.
આ પણ વાંચો: Allu Arjun નો ધરપકડના સમયે પણ Wildfire અંદાજ જોવા મળ્યો, જુઓ....