Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

INDIA ગઠબંધનમાં All is not Well, નીતિશ કુમારે કહ્યું- હું પત્રકારોના સમર્થનમાં છું

INDIA ગઠબંધન દ્વારા 14 ટેલિવિઝન ન્યૂઝ એન્કરોના બહિષ્કાર કરવાનવી જાહેરાત બાદ સમગ્ર દેશમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ કડીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમા તેમણે કહ્યું કે, તેઓ...
04:20 PM Sep 17, 2023 IST | Hardik Shah

INDIA ગઠબંધન દ્વારા 14 ટેલિવિઝન ન્યૂઝ એન્કરોના બહિષ્કાર કરવાનવી જાહેરાત બાદ સમગ્ર દેશમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે. અલગ-અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ કડીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમા તેમણે કહ્યું કે, તેઓ પત્રકારોના સમર્થનમાં છે.

ન્યૂઝ એન્કરના બહિષ્કાર અંગે કોઈ જાણકારી નથી : નીતિશ કુમાર

પત્રકારો સાથે વાત કરતા નીતીશ કુમારે કહ્યું કે, તેમને ઈન્ડિયા ગઠબંધન દ્વારા ટીવી ન્યૂઝ એન્કરના બહિષ્કાર અંગે કોઈ જાણકારી નથી. તેમણે કહ્યું કે, મારી પાસે આ વિશે કોઈ માહિતી નથી. હું પત્રકારોના સમર્થનમાં છું. જ્યારે દરેકને સંપૂર્ણ સ્વતંત્રતા મળશે, ત્યારે પત્રકારો તેમને જે ગમે તે લખશે. શું તેઓ નિયંત્રિત છે? શું મેં ક્યારેય આ કર્યું છે? તેમને અધિકાર છે, હું કોઈની વિરુદ્ધ નથી. તેમણે કહ્યું, 'હાલમાં, જેઓ કેન્દ્રમાં છે તેઓએ કેટલાક લોકોને નિયંત્રિત કર્યા છે... જેઓ અમારી સાથે છે (INDIA બ્લોક પાર્ટીઓ) તેમને લાગ્યું હશે કે કંઈક થઈ રહ્યું છે. જોકે હું કોઈની વિરુદ્ધ નથી. ગુરુવારે, ઈન્ડિયા બ્લોકે 14 ટેલિવિઝન ન્યૂઝ એન્કર્સની યાદી બહાર પાડી હતી જેમના શોનો એલાયન્સના મીડિયા પ્રતિનિધિઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે.

લોકશાહીના સિદ્ધાંતો વિરુદ્ધ

ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA) એ આ પગલા પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તે "એક ખતરનાક દાખલો બેસાડે છે." એસોસિએશને કહ્યું કે પ્રતિબંધ "લોકશાહીના સિદ્ધાંતો વિરુદ્ધ" અને "અસહિષ્ણુતા" ની નિશાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) )એ આ નિર્ણયને કટોકટી સાથે સરખાવ્યો છે. બીજેપી સાંસદ અનિલ બલુનીએ કહ્યું, "ઇમરજન્સી દરમિયાન મીડિયાનું ગળું દબાવવામાં આવ્યું હતું અને આ 'અહંકારી' ગઠબંધન પાર્ટીઓ સમાન અરાજક અને કટોકટીની માનસિકતા સાથે કામ કરી રહી છે." 'ખુલ્લી ધમકી' અવાજને દબાવવા જેવું છે.

INDIA ગઠબંધને 14 ટીવી પત્રકારોની યાદી બનાવી

INDIA ગઠબંધને 14 ટીવી એન્કર-પત્રકારોની યાદી બનાવી છે. ગઠબંધન વતી કહેવામાં આવ્યું છે કે વિપક્ષમાં સામેલ પાર્ટીઓના પ્રવક્તા આ એન્કરોના કોઈપણ પ્રકારના શોમાં નહીં જાય. 14 પત્રકારોની યાદીમાં અદિતિ ત્યાગી, અમન ચોપરા, અમીશ દેવગન, આનંદ નરસિમ્હન, અર્નબ ગોસ્વામી, અશોક શ્રીવાસ્તવ, ચિત્રા ત્રિપાઠી, ગૌરવ સાવંત, નાવિકા કુમાર, પ્રાચી પરાશર, રૂબિકા લિયાકત, શિવ અરુર અને સુધીર ચૌધરીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - PM મોદીએ દિલ્હીની જનતાને આપી ભેટ, નવી મેટ્રો લાઇનનું કર્યું ઉદ્ઘાટન, મોચી સાથે મુલાકાત, કુંભારો સાથે વાત કરી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ban on journalistban on tv anchorsBihar CMBihar CM Nitish KumarBIhar NewsIndiaindia blocJournalistnitish kumarNitish Kumar INDIA bloc Ban On Journalistspolitical news
Next Article