Akshaya Navami 2024 : આજે અક્ષય નવમીનો પર્વ, જાણો તેનું મહત્ત્વ, શુભ સમય અને પૂજાની રીત!
- આજે અક્ષય નવમીનો ખાસ પર્વ, આમળા સાથે સંબંધિત (Akshaya Navami 2024)
- આમળાનાં ઝાડની પાસે વિશેષ પ્રકારની પૂજા કરવાનું મહત્ત્વ
- કારતક માસનાં શુક્લ પક્ષની નવમી તારીખે ઊજવાય છે આ પર્વ
આજે અક્ષય નવમીનો (Akshaya Navami 2024) ખાસ પર્વ છે જે આમળા સાથે સંબંધિત છે. એવી માન્યતાઓ છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ કંસનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. આમળાને (Amla) અમરત્વનું ફળ પણ કહેવામાં આવે છે. આ દિવસે આમળાનું સેવન કરવાથી અને આમળાનાં ઝાડ નીચે ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે એવી માન્યતા છે. આ દિવસે આમળાનાં ઝાડની પાસે વિશેષ પ્રકારની પૂજા પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો - Surya Gochar: સૂર્યનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ,આ 3 રાશિઓ થશે માલામાલ!
આમળાનાં ઝાડ પાસે આ રીતે કરાય છે પૂજા!
માન્યતાઓ અનુસાર, અક્ષય નવમીનાં રોજ સવારે સ્નાન અને પૂજા કરવાનો સંકલ્પ લેવો. પૂર્વ દિશા તરફ મુખ કરીને આમળાનાં (Amla) ઝાડને જળ ચઢાવવું અને 7 વાર ઝાડની પ્રદક્ષિણા કરવી જોઈએ. કપૂરથી આરતી કરવી. ત્યાર બાદ ઝાડ નીચે ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને પોતે પણ ભોજન કરવું જોઈએ. પ્રાર્થના કરવી કે આમળાની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને નિરોગી સ્વાસ્થ્ય મળે.
આ પણ વાંચો - Jalaram Bapa Jayanti : રાજકોટમાં 225 કિલોની કેક કપાઈ, જામનગરમાં જ્ઞાતિ ભોજન, મેડિકલ કેમ્પનું આયોજન
પૂજાનો શુભ સમયઃ
શાસ્ત્રો અનુસાર, અક્ષય નવમીનો (Akshaya Navami 2024) તહેવાર કારતક માસનાં શુક્લ પક્ષની નવમી તારીખે ઊજવવામાં આવે છે. આ વખતે કાર્તિક શુક્લ નવમી તિથિ 9 નવેમ્બરનાં રોજ રાત્રે 10:45 વાગ્યાથી 10 નવેમ્બરે રાત્રે 9:01 વાગ્યા સુધી રહેશે. અક્ષય નવમીની પૂજાનો સમય 10 નવેમ્બરે સવારે 6.40 થી બપોરે 12.05 સુધીનો રહેશે. આ શુભ સમયમાં તમે અક્ષય નવમીની પૂજા કરી શકો છો અને દાન કાર્ય કરી શકો છો.
આ પણ વાંચો - Dev Uthani Ekadashi :જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,જાણો મહત્વ