Ajmer dargah : હિન્દુ સેનાના અધ્યક્ષને કેનેડાથી આવ્યો ફોન, કહ્યું - 'તારું માથું કાપી...'
- Ajmer dargah માં શિવ મંદિર હોવાનો દાવો
- દાવો કરનારને મળી જાનથી મારી નાખવાની ધમકી
- સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ઓડિયો કલીપ
અજમેર શરીફ દરગાહ (Ajmer dargah)માં શિવ મંદિર હોવાનો દાવો કરનાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર કોલર કેનેડામાં હોવાનો દાવો કરે છે. વિષ્ણુ ગુપ્તાને ધમકી આપનાર વ્યક્તિએ તેને ફોન કર્યો અને કહ્યું કે તેનું માથું કાપી નાખવામાં આવશે. ગરદન કપાઈ જશે. તમે અજમેર દરગાહ (Ajmer dargah)નો કેસ કરીને મોટી ભૂલ કરી છે.
વિષ્ણુ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી...
હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ આ મામલે દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે, અમે આવી ધમકીઓથી ડરવાના નથી. અમે કાયદા હેઠળ કામ કરી રહ્યા છીએ અને કોર્ટમાં જવું એ અમારો અધિકાર છે. અમે અમારા મંદિરો કોર્ટ દ્વારા પાછા લઈશું અને અજમેર દરગાહ (Ajmer dargah) સંકટ મોચન મહાદેવ મંદિર હતું અને રહેશે.
Delhi: Vishnu Gupta, the National President of Hindu Sena, who claims that the Ajmer Dargah is built over a Shiva Temple, has allegedly received death threats.
He says, "I filed a case in the Ajmer District Court regarding the Ajmer Dargah. Recently, I received two death… pic.twitter.com/CLrXGaa8HP
— IANS (@ians_india) November 30, 2024
બે વખત ધમકીભર્યા ફોન આવ્યા...
વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે, તેમને બે ફોન કોલ આવ્યા છે. એક ફોન કરનારે પોતાની ઓળખ કેનેડા અને બીજી ભારતની હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે અમે આવી ધમકીઓથી ડરવાના નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Sambhal હિંસાનું સત્ય બહાર આવ્યું!, સફેદ કુર્તા પહેરેલા યુવકે ભીડને ઉશ્કેરી...
20 ડિસેમ્બરે સુનાવણી થશે...
તમને જણાવી દઈએ કે, રાષ્ટ્રીય હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહ (Ajmer dargah)ની અંદર ભગવાન શિવ મંદિર હોવાનો દાવો કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. 27 નવેમ્બરે, અદાલતે તેમની અરજી સુનાવણી માટે સ્વીકારી, દાવો કર્યો કે દરગાહ (Ajmer dargah) પર એક પ્રાચીન મંદિર હોવાના પુરાવા છે. આગામી સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરાશે. વાદીના વકીલના જણાવ્યા અનુસાર, કોર્ટે સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ (Ajmer dargah)ની અંદર શિવ મંદિર હોવાનો દાવો કરતા સિવિલ સુટમાં ત્રણ પક્ષકારોને નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો : 1993માં થયું હતું અપહરણ, હવે 31 વર્ષ બાદ પરિવારને મળ્યો દીકરો
કોણ છે વિષ્ણુ ગુપ્તા?
મૂળ યુપીના એટાહના ચાલીસ વર્ષના વિષ્ણુ ગુપ્તા નાની ઉંમરે દિલ્હી આવ્યા હતા. હિન્દુ રાષ્ટ્રવાદથી પ્રભાવિત થઈને તેઓ શિવસેનાની યુવા શાખામાં જોડાયા. 2008 માં ગુપ્તા બજરંગ દળના સભ્ય બન્યા. ગુપ્તાએ 2011 માં કેટલાક અન્ય લોકો સાથે મળીને હિન્દુ સેનાની સ્થાપના કરી હતી. હવે તે દાવો કરે છે કે સંસ્થાના લાખો સભ્યો ભારતના તમામ ભાગોમાં હાજર છે.
આ પણ વાંચો : ઓડિશામાં સૌથી મોટી IT Raid..ટ્રકો ભરીને મળ્યા રોકડા રુપિયા