Aishwarya Rai ના પહેરવેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી, જુઓ Video
- લહેંગાને તેના આગામી પ્રદર્શન માટે પ્રદર્શનમાં મુક્યો
- વીડિયોમાં Jodha Akbar ના કેટલાક સીન પણ છે
- આ લાલ વેડિંગ લહેંગાને લોકો હજુ પણ પસંદ કરે છે
Aishwarya rai bachchan lehenga : Aishwarya rai bachchan આજે પણ તેની સુંદરતા માટે જાણીતી છે. આજે પણ ટોચની અભિનેત્રીઓમાંની એક Aishwarya rai bachchan ના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ છે. Aishwarya rai bachchan ની ફિલ્મ Jodha Akbar વર્ષ 2008 માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં તેનો મહારાણીનો લૂક ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો. Aishwarya rai bachchan નો લુક જોઈને મહિલાઓ વિવિધ પ્રસંગમાં પણ આ પ્રકારે તૈયાર થઈને હાજરી આપતી જોવા મળતી હતી.
આ લહેંગાને તેના આગામી પ્રદર્શન માટે પ્રદર્શનમાં મુક્યો
ત્યારે Aishwarya rai bachchan ના પહેરવેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. Academy of Motion Picture Arts and Sciences એ આ લહેંગાને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવા માટે મુક્યો છે. Jodha Akbarમાં Aishwarya rai bachchan એ તેના લગ્ન વખતે જે લહેંગા પહેર્યો હતો, તે પ્રખ્યાત ડિઝાઇનર નીતા લુલ્લાએ ડિઝાઇન કર્યો હતો. નીતા લુલ્લાનો આ લહેંગા એક માસ્ટરપીસ છે, જેને આખી દુનિયા હવે જોવા જઈ રહી છે. ઓસ્કાર મ્યુઝિયમે આ લહેંગાને તેના આગામી પ્રદર્શન માટે પ્રદર્શનમાં મુક્યું છે.
આ પણ વાંચો: Shyam Benegal ને અંતિમ વિદાય આપવા કલાકારોની જનમેદની ઉમટી પડી
View this post on Instagram
વીડિયોમાં Jodha Akbar ના કેટલાક સીન પણ છે
Aishwarya rai bachchan ના લહેંગાની વાત કરીએ તો તેમાં પ્રાચીન વર્ક કરવામાં આવ્યું છે. Aishwarya rai bachchan દ્વારા પહેરવામાં આવેલા હેવી નેકલેસ પર મોર છે, જેના પર કુંદન વર્ક કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, આ ડિઝાઇન અદભૂત હોવાની સાથે સાથે ખૂબ જ આકર્ષક પણ છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ અંગે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં 'Jodha Akbar'ના કેટલાક સીન પણ છે.
આ લાલ વેડિંગ લહેંગાને લોકો હજુ પણ પસંદ કરે છે
આ વીડિયો શેર કરતી વખતે એકેડમીએ લખ્યું છે કે, Jodha Akbar માં Aishwarya rai bachchan ના લગ્નના આ લાલ વેડિંગ લહેંગાને લોકો હજુ પણ પસંદ કરે છે. તેની સુંદર જરદોસી ભરતકામ વર્ષો જૂની કળાને પ્રતિબિંબિત કરે છે અને જ્વેલરીની ઉત્તમ ગુણવત્તા પણ દર્શાવે છે. જ્યારે તમે તેને નજીકથી જોશો, ત્યારે તમને તેમાં કોતરવામાં આવેલ એક મોર પણ દેખાશે. જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. નીતા લુલ્લાએ માત્ર પોશાક જ ડિઝાઇન કર્યો નથી, પરંતુ તે ભારતના વારસાનું પ્રતીક છે.
આ પણ વાંચો: Janhvi Kapoor તેના પ્રેમીને છોડીને કિયારા અડવાણીના પતિના ખોળામાં જોવા મળી