Air Pollution ના મામલે દિલ્હી બન્યું ગુજરાતનું ગાંધીનગર, 197 AQI નોંધાયો
- Diwali ની રાત્રે અમદાવાદમાં સવાર સુધી ફટાકડા ફૂટ્યા
- સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 AQI નોંધાયો
- શ્વાસ સંબંધિત અને ફેફસાંની બીમારીઓમાં વધારો
Gujarat Air Pollution : ગુજરાતીઓ માટે Diwali નો તહેવાર સૌથી મહત્વનો અને ખાસ માનવામાં આવ્યા છે. કારણ કે... વ્યાવસાયિક ધોરણે Diwali ના દિવસો સાથે ખાસ માન્યતાઓ બંધાયેલી છે. ત્યારે આ વર્ષ Diwali ના સમયગાળામાં ગુજરાતીઓએ ભાન ભૂલીને Diwali ના 5 દિવસની ઉજવણી કરી રહ્યા છે. તો ગઈકાલે Diwali ની દિવસે ગુજરાતીઓ પરિવાર અને પ્રિયજનો સાથે દિવસની ઉજવણી કરી હતી. તો રાત્રે દરેક લોકોએ ફટાકડા ફોડીને આનંદો લીધો હતો. પરંતુ આ આનંદો માનવ દ્રષ્ટિએ હિતાવહ છે, પરંતુ પર્યાવરણના ભાગરૂપે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. કારણ કે... ભારતમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. અને Diwali જેવા વિવિધ તહેવારોને કારણે આ પ્રદૂષણમાં તહેવારના કારણે વધારો થઈ રહ્યો છે.
સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 AQI નોંધાયો
Diwali ની રાત્રે અમદાવાદમાં સવાર સુધી ફટાકડા ફૂટ્યા હતા. જેના કારણે અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 171 નોંધાયો હતો. સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 AQI નોંધાયો હતો. તે પછી ક્રમશ: રાયખડમાં 193 AQI, ચાંદખેડા અને બોપલમાં 185 AQI હતો. જ્યારે ગાંધીનગરના ગીફ્ટ સિફ્ટમાં 197 AQI નોંધાયો હતો. બીજી સુરત શહેરમાં AQI Diwali ની ઉજવણી બાદ 239 થયો છે. રાજકોટ શહેરમાં 96 AQI નોંધાયો છે. વડોદરા શહેરમાં 124 AQI અને ભાવનગર શહેરમાં 105 AQI નોંધાય હતો.
શ્વાસ સંબંધિત અને ફેફસાંની બીમારીઓમાં વધારો
તો Diwali જેવા તહેવારમાં વાયૂ પ્રદૂષણને વેગ મળે છે. અને તેના કારણે બીમારીઓનો રાફડો ફાટી નકીળે છે. તો Diwali જેવા તહેવારમાં શ્વાસ સંબંધિત અને ફેફસાંની બીમારીઓમાં વધારો થાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે, લોકો ભાન ભૂલીને 24 કલાકો સુધી ફટાકડા ફોડે છે. વાયુ પ્રદૂષણ તમામ ઉંમરના લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ ઉપરાંત તે શરીરના તમામ અંગો માટે પણ હાનિકારક છે. પ્રદૂષિત વાતાવરણની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે.
આ પણ વાંચો: VADODARA : દારૂની પેટીઓની "સવારી" સાથે ઉભેલી કાર જપ્ત