WAR : ઇઝરાયેલ-ઇરાન વચ્ચે જંગના એંધાણ, ભારતથી ફ્લાઇટ્સ રદ કરાઇ
- ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધેલા તણાવની અસર ભારતમાં પણ જોવા મળી
- એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તમામ ફ્લાઈટ્સ રદ કરી
- તાત્કાલિક અસરથી તેલ અવીવની ફ્લાઈટ્સ રદ
WAR : ઇઝરાયેલ-ઇરાન વચ્ચે જંગ (WAR) ના એંધાણ જોવા મળી રહ્યા છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધેલા તણાવની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. શુક્રવારે એર ઈન્ડિયાએ કહ્યું કે તેણે 8 ઓગસ્ટ સુધીની તેની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે, જે તેલ અવીવ જવાની હતી. એર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'મધ્ય પૂર્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક અસરથી તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરી છે. આ ફ્લાઇટ્સ 8મી ઓગસ્ટ સુધી રદ રહેશે. અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. આ ઉપરાંત, અમે એવા મુસાફરોના સંપર્કમાં છીએ જેમણે તેલ અવીવથી આવવા કે જવા માટે ફ્લાઇટ્સ બુક કરાવી છે.
સિંગાપોર, તાઈવાન અને ચાઈના એરલાઈન્સે પણ પોતાની ફ્લાઈટ્સના રૂટ બદલ્યા
એર ઈન્ડિયાએ કહ્યું કે મુસાફરોએ કેન્સલેશન કે રિશેડ્યૂલ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. અમારી પ્રથમ પ્રાથમિકતા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા છે. આ પહેલા ગુરુવારે પણ એર ઈન્ડિયાએ કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી જે ઈઝરાયેલ જવાની હતી. એર ઈન્ડિયા પહેલા સિંગાપોર, તાઈવાન અને ચાઈના એરલાઈન્સે પણ પોતાની ફ્લાઈટ્સના રૂટ બદલ્યા છે. બધાએ ઈરાનના આકાશમાંથી વિમાનો ન ઉડાડવાની સલાહ આપી છે.
આ પણ વાંચો---Middle East : મહા યુદ્ધની શરુઆત, હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર કર્યો રોકેટમારો...
ANNOUNCEMENT
In view of the ongoing situation in parts of the Middle East, we have suspended scheduled operation of our flights to and from Tel Aviv with immediate effect up to and including 08 August 2024. We are continuously monitoring the situation and are extending support…
— Air India (@airindia) August 2, 2024
ઈરાક, લેબેનોન અને ઈઝરાયલના આકાશથી બચવાની સલાહ
આ સિવાય ઈરાક, લેબેનોન અને ઈઝરાયલના આકાશથી બચવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે બે દિવસમાં જ ઈઝરાયેલે હમાસથી લઈને હિઝબુલ્લાના ત્રણ ટોચના કમાન્ડરોને મારી નાખ્યા હતા. આ હત્યાઓ ઈરાનથી લેબનોન સુધી કરવામાં આવી છે. જેના કારણે મુસ્લિમ દેશોમાં ગુસ્સો છે અને ઈઝરાયેલ પાસેથી બદલો લેવાની માંગણી થઈ રહી છે.
હવે મોટા યુદ્ધની શક્યતાઓ
ઇઝરાયેલે મંગળવારે તેહરાનમાં હમાસના ટોચના નેતા ઇસ્માઇલ હનીયેહની હત્યા કરી હતી. આનાથી ઈઝરાયેલ ગુસ્સે ભરાયું છે અને તેણે બદલો લેવાની જાહેરાત કરી છે. આ કારણે મધ્ય પૂર્વમાં તણાવ ભભૂકી ઉઠ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે ઈરાન દ્વારા કોઈપણ સમયે જવાબી કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઈરાન તરફથી હવાઈ હુમલો પણ થઈ શકે છે. જ્યારે લેબનોનમાં ઈઝરાયેલે હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને મારી નાખ્યો હતો. આ કારણે લેબનોનથી પણ ઈઝરાયેલ પર હુમલો થઈ શકે છે. આ ડરના કારણે દુનિયાભરની એરલાઈન્સ લેબનોન, ઈરાન અને ઈઝરાયેલની એરસ્પેસનો ઉપયોગ કરવા માંગતી નથી.
આ પણ વાંચો---ખુદ Iran પણ કન્ફ્યુઝ...હાનિયાને સૌથી સુરક્ષિત વિસ્તારમાં માર્યો કેવી રીતે...?