Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC World Cup 2023 : જસપ્રીત બુમરાહ..! પાક્કો અમદાવાદી બોલર...!

બુમરાહ...આ નામ સાંભળતા જ લાખો ક્રિકેટ રસિકો બુમ..બુમ..બુમરાહ બોલી ઉત્સાહમાં આવી જાય છે. ભારતીય ક્રિકેટ ટીમની બોલિંગની કરોડરજ્જુ ગણાતા જસપ્રિત બુમરાહની કહાણી ખુબ જ રોચક છે. વર્લ્ડ કપ 2023માં અદ્ભૂત પ્રદર્શન કરીને ભારતને ફાઇનલ સુધી લાવનારા જસપ્રિત બુમરાહે ક્રિકેટની કેરિયરમાં...
icc world cup 2023   જસપ્રીત બુમરાહ    પાક્કો અમદાવાદી બોલર

બુમરાહ...આ નામ સાંભળતા જ લાખો ક્રિકેટ રસિકો બુમ..બુમ..બુમરાહ બોલી ઉત્સાહમાં આવી જાય છે. ભારતીય ક્રિકેટ ટીમની બોલિંગની કરોડરજ્જુ ગણાતા જસપ્રિત બુમરાહની કહાણી ખુબ જ રોચક છે. વર્લ્ડ કપ 2023માં અદ્ભૂત પ્રદર્શન કરીને ભારતને ફાઇનલ સુધી લાવનારા જસપ્રિત બુમરાહે ક્રિકેટની કેરિયરમાં ઘણો સંઘર્ષ કરી પોતાની અલગ પહેચાન બનાવી છે.

Advertisement

અમદાવાદમાં જન્મ

જસપ્રિત બુમરાહને નજીકના લોકો જેબી અને જસ્સીથી નામથી ઓળખે છે. તેનો જન્મ અમદાવાદમાં 6 ડિસેમ્બર 1993માં થયો હતો. 5 ફૂટ 10 ઇંચની હાઇટ ધરાવતા જસપ્રિત બુમરાહનો જર્સી નંબર 93 છે.

Advertisement

જસપ્રિતે અમદાવાદમાં જ શિક્ષણ લીધુ

જસપ્રિત બુમરાહ ફાસ્ટ બોલર છે. જ્યારે રાઇટ હેન્ડેડ બેટ્સમેન છે. તેની પત્નીનું નામ સંજના ગણેશન છે. તેને એક દિકરી પણ છે. તેના માતા પિતાનું નામ સ્વ.જસબીર સિંઘ અને દલજીત કૌર છે. જ્યારે બહેનનું નામ જુહીકા બુમરાહ છે. જસપ્રિત બુમરાહે અમદાવાદની નિર્માણ હાઇસ્કુલમાંથી અભ્યાસ કર્યો છે.

Advertisement

કોચ પણ ગર્વ અનુંભવે છે

જસપ્રિત બુમરાહના કોચ નરેન્દ્ર પંચોલી કહે છે કે બુમરાહ ધોરણ 7માં હતો ત્યારથી જ ક્રિકેટનો ઉંડો અભ્યાસ કરતો હતો. તે પહેલાંથી જ ફાસ્ટ બોલિંગ કરતો અને તેને ફાસ્ટ બોલિંગ જ પસંદ હતી. નરેન્દ્ર પંચોલી કહે છે નાનપણમાં તેને માત્ર લાઇન અને લેંથ શીખવાની હતી અને તેમાં તે પાવરધો બન્યો હતો.

સ્કુલ ટીમમાં હતો ત્યારથી જ બુમરાહ સ્ટમ્પ તોડી નાંખે તેવી બોલિંગ કરતો

તેઓ કહે છે કે દેશ અને દુનિયામાં જસપ્રિતે નામ રોશન કર્યું છે અને ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં જસપ્રિતનો પૂરો ફાળો હશે. તેઓ કહે છે કે સ્કુલ ટીમમાં હતો ત્યારથી જ બુમરાહ સ્ટમ્પ તોડી નાંખે તેવી બોલિંગ કરતો હતો

બુમરાહ અનોખી રન અપ સ્ટાઇલ

બુમરાહ અનોખી રન અપ સ્ટાઇલ ધરાવે છે અને ઝુકેલા હાથ સાથે લોડઅપ એક્શન તેની આગવી ઓળખ છે. 2013માં તેણે મુંબઇ ઇન્ડિયન્સમાં સિલેક્શન થયા બાદ આરસીબી સામે 32 રનમાં 3 વિકેટ લીધી હતી જેમાં વિરાટ કોહલી અને એબી ડિવિલીયર્સની વિકેટ પણ સામેલ છે. આઇપીએલમાં તેણે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ટીમ ઇન્ડીયામાં સ્થાન મેળવ્યું હતું.

300થી વધુ ડોટ બોલ ફેંક્યા

2023ના વર્લ્ડ કપમાં બુમરાહ એક માત્ર બોલર છે જેણે 300થી વધુ ડોટ બોલ ફેંક્યા છે અને તેના 303 બોલ પર બેટ્સમેન રન બનાવી શક્યા નથી. વર્લ્ડ કપમાં તેણે 437 બોલ ફેંકી 3.65ની ઇકોનોમીથી 266 રન જ આપ્યા છે. તેણે માત્ર 16ની એવરેજથી 17 વિકેટ લીધી છે. 39 રનમાં તેણે 4 વિકેટ લઇ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો---WORLD CUP FINAL : ફાઈલન મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ, ઠેર ઠેર બિગ સ્ક્રીનની કરાઇ વ્યવસ્થા

Tags :
Advertisement

.