ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: આ ખાડા ખોદવાનું ક્યારે બંધ થશે! શહેરીજનોને રાખવી પડશે સાવધાની

Ahmedabad: અમદાવાદમાં શહેરીજનો આ વખતે ચોમાસામાં સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ ખાડા ખોદવાનું કામ ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ ડ્રેનેજ ને લઈને રોડ ખોદવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ સ્ટ્રોંમ...
10:45 PM Jun 14, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad Monsoon Update

Ahmedabad: અમદાવાદમાં શહેરીજનો આ વખતે ચોમાસામાં સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ ખાડા ખોદવાનું કામ ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ ડ્રેનેજ ને લઈને રોડ ખોદવામાં આવ્યા છે, તો કેટલીક જગ્યાએ સ્ટ્રોંમ વોટર લાઈન નાખવા રોડ ખોદવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના રિંગ રોડ ઉપર ઓવરબીજ બનવાના કારણે ખોદકામ કરવામાં આવ્યું છે. આ જગાયો એવી છે કે, જ્યાં ચોમાસામાં રોડ બેસી જવાની પૂરે પૂરી સંભાવના છે.

ચોમાસામાં રોડ બેસી જવાની પૂરે પૂરી સંભાવના

સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે ભુવા પડવાની પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે તેમજ રોડનું ખોદાણ થયું હોય તે જગ્યા ઉપર પણ આ જ સ્થિતિ સર્જાતી હોય છે. અનેક વખત એવું પણ બન્યું છે કે, રોડ બેસી જવાને લીધે આખે આખું સ્કૂટર રીક્ષા પણ ભુવામાં ગરકાવ થઈ ગયા હોય ત્યારે આ વખતે એવી ઘટનાનો સર્જાય તે માટે મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદના લોકોને સાવધાન રહેવા અપીલ

આંકડો જોઇને તમે પણ ચોંકી જશો આ જગ્યા છે. આ તમામ 178 જગ્યાએ કોર્પોરેશન દ્વારા સાવધાનના બોર્ડ લગાવવામાં આવશે. આ તમામ જગ્યાએ રસ્તો બેસી જાય તેવી શક્યતા છે. જેથી સાવધાનીથી પસાર થવું અને ખુબ જ તકેદારી રાખવી જરૂરી છે. કયા ઝોનમાં કેટલા રોડ બેસી જાય તેવી શક્યતા છે જોઈએ તો, ઝોન સંભવિત સેટલમેન્ટ થાય તેની સંખ્યા મધ્ય ઝોન 16, ઉત્તર પશ્ચિમ ઝોન 14, ઉત્તર ઝોન 24, દક્ષિણ પશ્ચિમ ઝોન 7, દક્ષિણ ઝોન 27, પશ્ચિમ ઝોન 5, પૂર્વ ઝોન 21, ડ્રેનેજ પ્રોજેક્ટ 44, કેનાલ પ્રોજેક્ટ 1 અને વોટર પ્રોજેક્ટ 19 તેમાં પણ રોડ બેસી જવાની સંભાવના જોવા મળી રહીં છે.

178 જગ્યાએ કોર્પોરેશન દ્વારા સાવધાનના બોર્ડ લાગશે

સામાન્ય રીતે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારે ભુવા પડવાની પરિસ્થિતિઓ જોવા મળતી હોય છે. તેમજ રોડનું ખોદાણ થયું હોય તે જગ્યા ઉપર પણ આ જ સ્થિતિ સર્જાતી હોય છે. અનેક વખત એવું પણ બન્યું છે કે, રોડ બેસી જવાને લીધે આખે આખું સ્કૂટર રીક્ષા પણ ભુવામાં ગરકાવ થઈ ગયા હોય ત્યારે આ વખતે એવી ઘટનાનો સર્જાય તે માટે મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલ: રીમા દોશી, અમદાવાદ

આ પણ વાંચો: Cyber Crime: સાવધાન પોરબંદર! 2.5 વર્ષમાં 7કરોડથી વધુનો સાયબર ફ્રોડ થયા

આ પણ વાંચો: Ahmedabad: ગેરકાયદેસર રીતે ધમધમી રહીં હતી ફટાકડાની ફેક્ટરી, SOG એ હાથ ધરી કાર્યવાહી

આ પણ વાંચો: પાંચ વર્ષમાં રૂપિયા 1,555 કરોડની છેતરપિંડી, Cyber Crime વિભાગે આપ્યાં ચોંકાવનારા આંકડા

Tags :
Ahmedabad Latest NewsAhmedabad Monsoon UpdateAhmedabad NewsGujarati NewsLocal Gujarati Newslocal newsMonsoon UpdateMonsoon UpdatesVimal Prajapati
Next Article