Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: વસ્ત્રાલ વાસીઓ હનુમાનજીના શરણે! છેલ્લા એક મહિનાથી છે કપિરાજનો આતંક

Ahmedabad: વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હવે વસ્ત્રાલવાસીઓ હનુમાનજીની શરણે ગયા છે અને અખંડ રામધૂન બોલાવી છે. નોંધનીય છે કે, ઘણા સમયથી કપિરાજ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. જેથી કપિરાજના આતંકની કંટાળીને...
ahmedabad  વસ્ત્રાલ વાસીઓ હનુમાનજીના શરણે  છેલ્લા એક મહિનાથી છે કપિરાજનો આતંક

Ahmedabad: વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે હવે વસ્ત્રાલવાસીઓ હનુમાનજીની શરણે ગયા છે અને અખંડ રામધૂન બોલાવી છે. નોંધનીય છે કે, ઘણા સમયથી કપિરાજ લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. જેથી કપિરાજના આતંકની કંટાળીને લોકોએ રામધૂનનું આયોજન કર્યું છે.

Advertisement

વસ્ત્રાલ વિસ્તારની સોસાયટીઓમાં કપિરાજે આતંક

છેલ્લા એક મહિનાથી અમદાવાદ (Ahmedabad)ના વસ્ત્રાલ વિસ્તારની સોસાયટીઓમાં કપિરાજે આતંક મચાવ્યો છે નાના બાળકોને બચકા ભરી લેવા અને લોકો ને ઇજાગ્રસ્ત કરવા જેવી અનેક ઘટનાઓ બની છે. છેલ્લા કેટલાય સમયથી ફોરેસ્ટ વિભાગ પણ કપિરાજને પકડી પાડવા સક્રિય બન્યું છે અત્યાર સુધીમાં ચાર કપિરાજ પકડાયા છે પરંતુ તેમ છતાં આતંક ઓછો થયો નથી. પરિણામે વસ્ત્રાલ વિસ્તારના રહેવાસીઓ સંકટ મોચન હનુમાનજીની શરણે ગયા અને રામધુન તથા રેલીનું આયોજન કર્યું.

Advertisement

અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજના આતંકને લઈને ન્યુ વસ્ત્રાલમાં શ્રી હનુમાન દાદાને રીઝવવા માટે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ન્યુ વસ્ત્રાલની દરેક સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારે આશા રાખીએ કે સૌ લોકોની મનોકામના આ રામધૂન થકી પૂર્ણ થાય અને કપિરાજનો આતંક શાંત થાય.

Advertisement

કપિરાજના આતંકથી બચવા માટે હનુમાનનું શરણ

મહત્વનું છે કે, લોકોના કહ્યા પ્રમાણે કપિરાજ ટોળામાં મોટી સંખ્યામાં આ વિસ્તારમાં આવી પહોંચે છે અને ધમાલ મચાવે છે. પરિણામે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને તેના કારણે ઘરથી બહાર નીકળતા પણ લોકો ડરે છે. ફોરેસ્ટ વિભાગ પણ સક્રિય થયું છે ચાર કપીરાજને પકડી લીધા છે પરંતુ તેમ છતાં હજી ટોળા અહીં આવે છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આખરે લોકોએ હનુમાનજીની શરણે જવાનું પસંદ કર્યું છે. અખંડ રામધૂન બોલાવી હનુમાનજીને રિઝવી અને કપિરાજના આતંકી બચાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: Rajkot: ‘મારાથી ભૂલ થઈ છે’ દક્ષિણ આફ્રિકામાં યુવકને બંધક બનાવ્યાની ઘટનામાં નવો વળાંક

આ પણ વાંચો: Gujarat First નું Mega Operation! ભરૂચના અંકલેશ્વર પંથકમાં નવી નકોર સાયકલોને ભંગારમાં ખપાવાઈ

આ પણ વાંચો: Gandhinagar: કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ

Tags :
Advertisement

.