Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વિવાદોમાં રહેનારી આ હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ! ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં મળી ભૂલો

Ahmedabad ની ડિવાઇન હોસ્પિટલની મેડિકલ સામે મોટી કાર્યવાહી ડિવાઈન ફાર્મસીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું ફૂડ એન્ડ ડ્રગ્સની તપાસમાં અનેક ભૂલો જોવા મળી હતી અમદાવાદની (Ahmedabad) એક હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરનાં હેલમેટ ચાર રસ્તા ખાતે આવેલી...
ahmedabad   વિવાદોમાં રહેનારી આ હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં મળી ભૂલો
  1. Ahmedabad ની ડિવાઇન હોસ્પિટલની મેડિકલ સામે મોટી કાર્યવાહી
  2. ડિવાઈન ફાર્મસીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું
  3. ફૂડ એન્ડ ડ્રગ્સની તપાસમાં અનેક ભૂલો જોવા મળી હતી

અમદાવાદની (Ahmedabad) એક હોસ્પિટલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરનાં હેલમેટ ચાર રસ્તા ખાતે આવેલી ડિવાઈન હોસ્પિટલ (Divine Hospital) સામે સંબંધિત વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ડિવાઇન ફાર્મસીનું લાઇસન્સ સસ્પેન્ડ કર્યું છે. ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થતું હોવાનાં આરોપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. ડિવાઇન હોસ્પિટલ અગાઉ પણ અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : તો શું નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધ શાંત થશે ? દિલીપ સંઘાણીએ આપ્યા એંધાણ

ડિવાઈન ફાર્મસીનું લાયસન્સ સસ્પેન્ડ કરાયું

અમદાવાદમાં (Ahmedabad) અગાઉ અનેકવાર વિવાદોમાં આવી ચૂકેલી ડિવાઇન હોસ્પિટલ (Divine Hospital) ફરી એકવાર ચર્ચામાં આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, ડિવાઇન હોસ્પિટલ સામે સંબંધિત વિભાગે મોટી કાર્યવાહી કરી છે. વિભાગ દ્વારા ડિવાઈન ફાર્મસીનું લાઇસન્સ (Pharmacy's license) સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની જોગવાઈનું પાલન થતું ન હોવાના કારણે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Teachers Transfers : શિક્ષકો માટે મહત્ત્વનાં સમાચાર, વધઘટ-જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર

Advertisement

ફૂડ એન્ડ ડ્રગ્સની તપાસમાં જોવા મળી હતી ભૂલો

માહિતી મુજબ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી કે હોસ્પિટલમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં દવાનું વેચાણ થઈ રહ્યું છે. આથી વિભાગે હોસ્પિટલમાં તપાસ કરતા અનેક ભૂલો જોવા મળી હતી. આથી, ડિવાઈન ફાર્મસીનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલ અગાઉ પણ અનેક વાર વિવાદોમાં સપડાઈ ચૂકી છે.

આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતની મુલાકાતે

Tags :
Advertisement

.