ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : જીવરાજ પાર્કમાં મોડી રાતે વરસાદ વચ્ચે ભયાવહ ઘટના, ફ્લેટની સીડીઓ અચાનક ધરાશાયી થઈ અને..!

મોડી રાતે જીવરાજ પાર્કમાં (Ahmedabad) ફ્લેટની સીડી ધરાશાયી થઈ મધુરમ ફ્લેટની સીડી ધરાશાયી થતાં 4 ફ્લોરનાં લોકો ફસાયાં ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 26 રહીશોને બચાવ્યાં અમદાવાદનાં (Ahmedabad) જીવરાજ પાર્ક વિસ્તારમાં મોડી રાતે એક ભયાવહ ઘટના બની હતી....
08:12 AM Sep 03, 2024 IST | Vipul Sen
  1. મોડી રાતે જીવરાજ પાર્કમાં (Ahmedabad) ફ્લેટની સીડી ધરાશાયી થઈ
  2. મધુરમ ફ્લેટની સીડી ધરાશાયી થતાં 4 ફ્લોરનાં લોકો ફસાયાં
  3. ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 26 રહીશોને બચાવ્યાં

અમદાવાદનાં (Ahmedabad) જીવરાજ પાર્ક વિસ્તારમાં મોડી રાતે એક ભયાવહ ઘટના બની હતી. વિસ્તારમાં આવેલા મધુરમ ફ્લેટની (Madhuram flats) પાછળનાં બ્લોકમાં સીડીનો એક ભાગ ધરાશાયી છતાં મોડી રાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બ્લોકમાં રહેતા 26 લોકોનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

આ પણ વાંચો -Bharuch: બે કલાકમાં 5 ઇંચ વરસાદ, ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસરગ્રસ્ત

સીડીનો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી

અમદાવાદમાં (Ahmedabad) હાલ વરસાદી માહોલ છે. વિવિધ વિસ્તારમાં રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. જો કે, આ દરમિયાન મોડી રાતે જીવરાજ પાર્ક (Jivaraj Park) વિસ્તારમાં એક ગોઝારી ઘટના બની હતી. માહિતી મુજબ, વિસ્તારમાં HP પેટ્રોલ પંપની બાજુમાં આવેલા મધુરમ ફ્લેટની પાછળનાં બ્લોકમાં સીડીનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સીડીનો ભાગ પડી જતાં બ્લોકમાં રહેતા લોકો ફસાયા હતા.

આ પણ વાંચો -Heavy Rains Update: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ થયો

ફાયર જવાનોએ ફસાયેલા તમામનું સફળ રેસ્ક્યૂ કર્યું

સ્થાનિક દ્વારા આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને (Fire Brigade) આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી મુજબ, ફાયર જવાનોએ બ્લોકનાં 4 માળમાં ફસાયેલા 26 જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. તમામ લોકોનું સફળ રેસ્ક્યૂ થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો -VADODARA : ST ડેપોનું પાર્કિંગ પૂરમાં સ્વિમીંગ પુલ બન્યું હતું, અસંખ્ય વાહનોને નુકશાન

Tags :
Ahmedbadfire brigadeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHP Petrol PumpJivaraj ParkLatest Gujarati NewsMadhuram flatsStairs Collapsed
Next Article