Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : રાણીપ પોલીસ સ્ટેશનનાં PI ને કમિશનરે સસ્પેન્ડ કર્યાં! જાણો શું છે કારણ ?

અમદાવાદનાં રાણીપ પોલીસ સ્ટેશનનાં PI BD ગોહિલ સસ્પેન્ડ શહેર પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો અરજદાર દ્વારા ત્રણ અરજી કરાઈ છતાં કાર્યવાહી ન કરતા પગલાં લેવાયા અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ કમિશનરે એક મોટી કાર્યવાહી કરી છે. અરજદારે રાણીપ પોલીસ...
ahmedabad   રાણીપ પોલીસ સ્ટેશનનાં pi ને કમિશનરે સસ્પેન્ડ કર્યાં  જાણો શું છે કારણ
  1. અમદાવાદનાં રાણીપ પોલીસ સ્ટેશનનાં PI BD ગોહિલ સસ્પેન્ડ
  2. શહેર પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો
  3. અરજદાર દ્વારા ત્રણ અરજી કરાઈ છતાં કાર્યવાહી ન કરતા પગલાં લેવાયા

અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ કમિશનરે એક મોટી કાર્યવાહી કરી છે. અરજદારે રાણીપ પોલીસ સ્ટેશનમાં (Ranip Police Station) ત્રણ અરજી કરી હોવા છતાં પણ PI BD ગોહિલ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં શહેર પોલીસ કમિશનરે પીઆઈને સસ્પેન્ડ કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. શહેર પોલીસ કમિશનરની આ કાર્યવાહીથી અમદાવાદ પોલીસ (Ahmedabad City Police) બેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ઘરે મોબાઇલ ચાર્જમાં મૂકીને પરિવાર બહાર જમવા ગયો અને પછી બની મોટી દુર્ઘટના

રાણીપ પોલીસ સ્ટેશનના PI BD ગોહિલ સસ્પેન્ડ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં એક ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનમાં ત્રણ વખત અરજી કરવામાં આવી હતી. અરજીમાં આરોપ લગાવાયો હતો કે, ફરિયાદીને મિલકત બાબતે કોર્ટ કેસ હોવા છતાં અન્ય વ્યક્તિ દ્વારા દુકાન તોડી નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી રહી છે.આ ધમકી બાબતે અરજદારે રાણીપ પોલીસ સ્ટેશનમાં (Ranip Police Station) અનેક વખત રજૂઆત કરીને કાર્યવાહી કરવા માગ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : નિવૃત્ત સિટી ઇજનેર અલ્પના મિત્રા સહિત 10 ઇજનેરની મુશ્કેલીઓ વધી, મનપા કમિશનરે કરી મોટી કાર્યવાહી!

Advertisement

શહેર પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો

આરોપ મુજબ, ફરિયાદીની વારંવાર રજૂઆત છતાં પણ રાણીપ પોલીસ સ્ટેશનનાં PI BD ગોહિલ (PI BD Gohil) દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ મામલો શહેર પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) સુધી પહોંચતા PI BD ગોહિલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે PI BD ગોહિલને ફરજ પરથી મોકૂફ કર્યા છે. શહેર પોલીસ કમિશનરની આ કાર્યવાહી બાદ શહેર પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો - સરકારી કર્મચારીઓએ ફરી મુખ્યમંત્રીને જૂની પેન્શન યોજના માટે પત્ર કર્યો રજૂ

Tags :
Advertisement

.