ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ભોજનમાંથી જીવાત નીકળી હોવાનો દાવો, સંચાલકે આવ્યો અધ્ધરતાલ જવાબ!

Ahmedabad : રાજ્યમાં ખાણી-પીણીની વસ્તુમાં જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. મણિનગરની (Maninagar) પુરોહિત રેસ્ટોરન્ટનાં ભોજનમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ઓર્ડર કરનાર...
09:14 PM Jul 29, 2024 IST | Vipul Sen

Ahmedabad : રાજ્યમાં ખાણી-પીણીની વસ્તુમાં જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. મણિનગરની (Maninagar) પુરોહિત રેસ્ટોરન્ટનાં ભોજનમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી દ્વારા પુરોહિત રેસ્ટોરન્ટનાં (Purohit Restaurant) રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.

પુરોહિત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઇડળ નીકળી હોવાનો દાવો

ફરિયાદ અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) મણિનગર વિસ્તારમાં કાંકરિયા (Kankaria) પાસે આવેલ પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ખોખરાનાં (Khokhra) નગરસેવક ચેતન પરમારનાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ ભાવેશ પટેલે ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જો કે, પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પાર્સલનાં ભોજનમાંથી ઇડળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ, આ અંગે જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને જાણ કરવામાં આવી તો તેણે ચોમાસાનું વાતાવરણ હોવાનો અધ્ધરતાલ જવાબ આપ્યો હતો. સંચાલકે કહ્યું કે, લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે.

બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કર્યાનો આરોપ

ફરિયાદીનાં જણાવ્યા મુજબ, પુરોહિત રેસ્ટોરન્ટના (Purohit Restaurant) સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા. જો કે આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે એએમસીમાં (AMC) ઓનલાઇન ફરિયાદ કરી હતી. ત્યારે હવે આ મામલે ફૂડ વિભાગ (Food Department) દ્વારા શું અને ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે. નોંધનીય છે કે, આ પહેલા પણ ખાણી-પીણીની વસ્તુઓમાંથી ઇડળ, વંદો, ગરોળી અને અન્ય જીવાત નીકળ્યા હોવાની ઘટનાઓ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે લોકોમાં સવાલ છે કે નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતા આવા નરાધમો સામે ક્યારે કડક પગલાં લેવાશે ?

 

આ પણ વાંચો - Gir Somnath : 2 વર્ષ પહેલાં 8 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખનારને ફટકારાઈ ફાંસીની સજા

આ પણ વાંચો - Corruption : મહિને 1 કરોડનો હપ્તો ઉઘરાવતા ખાણ-ખનિજ વિભાગના અધિકારી ACB ના શરણે

આ પણ વાંચો - Gujarat High Court : સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે HC એ પક્ષકારોનો લીધો ઉધડો, કહ્યું- તમારું નિવેદન રેકૉર્ડ પર...

Tags :
AhmedabadAMCcaterpillars in foodcockroachesFood DepartmentGujarat FirstGujarati NewsKankariaKhokhraLizardsManinagarPurohit Restaurant
Next Article