Ahmedabad :ધમકી આપવાના ગુનામાં ગાયક વિજય સુવાળાની ધરપકડ
- -લોકગાયક અને નેતા વિજય સુવાળાની ધરપકડ
- -ઓઢવમાં જમીન દલાલને આપી હતી ધમકી
- - ધમકી આપ્યા બાદ 30 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
- -પોલીસે ફરિયાદના આધારે 7 લોકોની કરી ધરપકડ
Ahmedabad: અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન(Odhav Police Station)માં ગાયક વિજય સુવાળા (Singer Vijay Suwala)સામે પોલીસ ફરિયાદ (Police complaint)થઇ હતી.તેમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળા સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી.ફરિયાદમાં 15થી 20 જેટલી ગાડીઓ લઇને લોકો આવ્યા હતા અને હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે.ઓઢવ પોલીસે વિજય સુવાળા, તેના ભાઈ વિપુલ ઉર્ફે યુવરાજ સુવાળા, રાજેશભાઈ ઉર્ફે રાજુ રબારી, વિક્રમભાઈ ઉર્ફે વિક્કી રબારી, જયેશભાઇ દેસાઈ, દિલીપભાઈ જીણાજી અને હિરેનભાઈ વાંણદની ધરપકડ કરી છે.
મિત્રો બન્યા દુશ્મન
વિજય સુવાડા અને દિનેશ દેસાઈ બન્ને પહેલા મિત્રો હતા અને મિત્રોમાંથી તેમની દુશ્મનાવટ ઉભી થઈ હતી.વર્ષ 2020માં વિજય સુવાડા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુ:ખ થયુ હતું જેના કારણે તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો. પહેલી જુલાઇના રોજ દિનેશ તેના ઘરે હાજર હતો ત્યારે વિજય સુવાડાનો ફોન આવ્યો અને ધમકી આપી હોવાના ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા. પરંતુ દિનેશભાઇ ફોન ઉઠવવાનું બંધ કરી દેતા જુદા જુદા નંબર પરથી કોલ કરવાનું શરૂ કર્યું હતું. અને થોડા દિવસ બાદ વાહનો સાથે નિવાસસ્થાને ધમકી આપવા પહોંચતા ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
- લોકગાયક અને નેતા વિજય સુવાળાની ધરપકડ
- ઓઢવમાં જમીન દલાલને આપી હતી ધમકી
- ધમકી આપ્યા બાદ 30 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ
- પોલીસે ફરિયાદના આધારે 7 લોકોની કરી ધરપકડ#Ahmedabad #OdhavPoliceStation #VijaySuwala #Singer #Policecomplaint— Gujarat First (@GujaratFirst) August 28, 2024
Vijay Suvala સહિત ગેંગની પોલીસે કરી ઘરપકડ | Gujarat First@AhmedabadPolice @GujaratPolice @GujaratFirst #Vijay #VijaySuvala #Gujarat #Ahmedabad #AhmedabadPolice #GujaratPolice #OdhavPolice pic.twitter.com/6juKDvvUHb
— Gujarat First (@GujaratFirst) August 28, 2024
આ પણ વાંચો -VADODARA : ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો ભારે ક્ષતિગ્રસ્ત, પોપડા ઉખડ્યા
ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ
ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ. દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. અગાઉ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને AAP સાથે છેડો આપ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવા અંગે નિવેદન આપી રહ્યા હતા. જોકે બાદમાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગાંધીનગર કમલમ્ ખાતે વિજય સુવાળાને સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.