Ahmedabad : આનંદો..! છેલ્લા 4 વર્ષથી બંધ SeaPlane સર્વિસ ફરી એકવાર 'જીવિત' થશે!
- શહેરમાં ફરી એકવાર SeaPlane ઉંડાન ભરશે
- Ahmedabad એરપોર્ટ પર પહોંચ્યું સી પ્લેન
- સી પ્લેનનાં આગમનનો વીડિયો અને તસવીરો આવી સામે
અમદાવાદમાં (Ahmedabad) ફરી એકવાર સી પ્લેનની સેવા શરૂ થવા જઈ રહી છે. છેલ્લા 4 વર્ષથી બંધ એવી સી પ્લેન સેવાની મજા એક વાર ફરી શહેરીજનો માણી શકશે. સી પ્લેન (SeaPlane) સેવા શરૂ કરવાની સૂચક તૈયારીઓ કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર સી પ્લેન પહોંચી ગયું છે, જેની કેટલાક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. અગાઉ અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાનાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (Statue of Unity) સુધી સી પ્લેનની સેવા મળતી હતી.
આ પણ વાંચો - Rajkot : ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, સુસાઈડ નોટમાં કહી આ વાત
છેલ્લા 4 વર્ષથી બંધ હતી સી પ્લેનની સેવા
અમદાવાદમાં છેલ્લા 4 વર્ષથી બંધ એવી સી પ્લેનની સેવા ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. સી પ્લેન (SeaPlane) શરૂ કરવાની સૂચક તૈયારીઓ તંત્ર દ્વારા કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર સી પ્લેન આવી પહોંચ્યું છે, જેની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. સી પ્લેનની તૈયારીનાં ભાગરૂપે સાબરમતી નદીમાં પાણીની આવકમાં પણ વધારો કરાયો છે. સાથે જ ટુરિસ્ટોને આકર્ષવા વિવિધ રૂટ પર સી-પ્લેન માટે કેન્દ્રનાં સિવિલ એવિયેશન વિભાગે પોલીસીમાં સુધારો પણ કર્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : શા માટે સ્પીડમાં ચલાવે છે ? કહેતા કારચાલકે વિદ્યાર્થીને જાહેરમાં ચપ્પાનાં ઘા ઝીંક્યા, થયું મોત
દેશમાં 10 થી 16 જેટલા રૂટ પર કેન્દ્રની ઉડાન યોજના હેઠળ સી-પ્લેનને પ્રમોટ કરાશે
માહિતી અનુસાર, ગુજરાત સહિત દેશમાં 10 થી 16 જેટલા રૂટ પર કેન્દ્રની ઉડાન યોજના હેઠળ સી-પ્લેનને પ્રમોટ કરાશે. નવી પોલિસી મુજબ, શેત્રુંજય નદી, દ્વારકાનાં (Dwarka) શિવરાજપુર બીચ, લક્ષ્યદ્વીપ ટાપુ જેવા રૂટ પર સી પ્લેન ઉડાન ભરશે. જણાવી દઈએ કે, આ પહેલા જ્યારે સી પ્લેન સેવા શરૂ કરાઈ હતી ત્યારે અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી (Sabarmati Riverfront) કેવડિયાનાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધી સી પ્લેન સેવા મળતી હતી.
આ પણ વાંચો - દિવાળી ગઈ, છતાં અમદાવાદ Police ના હજારો જવાનોનો મહિનાઓનો રજા પગાર ના આવ્યો