Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ પોલીસ ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજનજર, પહેલીવાર થઈ રહ્યો છે આ સિસ્ટમનો ઉપયોગ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે રથયાત્રામાં સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ દ્વારા ટેથર્ડ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડ્રોનની મદદથી ગુજરાત પોલીસ મોનિટરિંગ કરશે અને અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે. #RathYatra2023 |...
અમદાવાદ પોલીસ ડ્રોન કેમેરાથી રાખી રહી છે બાજનજર  પહેલીવાર થઈ રહ્યો છે આ સિસ્ટમનો ઉપયોગ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે રથયાત્રામાં સુરક્ષાને લઈને ગુજરાત પોલીસ દ્વારા ટેથર્ડ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડ્રોનની મદદથી ગુજરાત પોલીસ મોનિટરિંગ કરશે અને અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખશે.

Advertisement

તમને જણાવી દઈએ કે, રથયાત્રામાં પ્રથમ વખત 3ડી મેપિંગ કરવામાં આવ્યું છે. આ 3D મેપિંગ માટે 1600 ફૂટની ઊંચાઈથી વિઝ્યુઅલ લેવામાં આવી રહ્યા છે. વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા રથયાત્રા રૂટનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ તમામ સ્થળે શું પરિસ્થિતિ છે, તે તમામ માહિતી પોલીસ કંટ્રોલરૂમ મેળવી રહી છે.

Advertisement

ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે ભગવાનનો રથ ખરેખર ક્યાં પહોંચ્યો, તેની પળેપળની ખબર પોલીસને મળી રહી છે. કારણ કે, આ વખતે રથયાત્રાની સાથે જીપીએસ કનેક્ટ વાહનો તેમજ રથની મૂવમેન્ટ ક્યાં છે અને કયા રથનું ક્યાં લોકેશન છે? તે સ્પષ્ટ જાણી શકાય છે. આ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

Advertisement

આ સાથે જ પોલીસે હર્ષ સંઘવીને રથયાત્રાનું લાઈવ બતાવી પૂરી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, તે સમજાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, વડોદરામાં હનુમાન જયંતીની શોભાયાત્રામાં થયેલ પથ્થરમારા બાદ ગુજરાત હાઈકોર્ટે આ પ્રકારના ધાર્મિક તહેવારો કે પછી રથયાત્રાઓનું લાઈવ ડ્રોનથી રેકોર્ડિંગ કરવાનું જણાવ્યું હતું. આ લાઈવ રેકોડિંગના કારણે કોમી રમખાણો કે અન્ય કોઈ ઘટનાને બનતા ટાળી શકાય છે.

આ પણ વાંચો : ડાકોરના કાળીયા ઠાકોરની રથયાત્રા આવતીકાલે યોજાશે, વાંચો કેમ..!

Tags :
Advertisement

.