Ahmedabad : છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ, મારી મજાક ઉડાવી... : PM મોદી
- અમદાવાદનાં (Ahmedabad) GMDC ગ્રાઉન્ડમાં પીએમ મોદીનું સંબોધન
- વિરોધીઓ પર પીએમ મોદીનાં આકરા પ્રહાર
- છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ, મારી મજાક ઉડાવી... : PM મોદી
Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા રાજભવન ખાતે પહોંચ્યા છે. અહીં, પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે. પ્રધાનમંત્રીનો હવે પછીનો સમય રાજભવન ખાતે આરક્ષિત રખાયો છે. એવી માહિતી છે કે, રાજભવન ખાતે પ્રધાનમંત્રી રાજકીય આગેવાનો સાથે બેઠકો પણ કરી શકે છે. આ પહેલા અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી અને રાજ્યને રૂ. 8 હજાર કરોડનાં વિકાસકામોની ભેટ આપી હતી. કાર્યક્રમમાં તેમણે જનમેદનીને સંબોધિત પણ કરી હતી.
તમારા બધાની માફી માંગું, આજે મારે ભાષણ હિંદીમાં આપવાનું છે : PM Modi
અમદાવાદનાં (Ahmedabad) GMDC ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, તમારા બધાની માફી માંગું, આજે મારે ભાષણ હિંદીમાં આપવાનું છે. કારણ કે આ કાર્યક્રમમાં અન્ય રાજ્યોનાં સાથીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આજે ગણેશોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આજે મિલાદુન્નબી પણ છે. દેશના અલગ-અલગ વિસ્તારમાં આજે અનેક તહેવાર અને પર્વ ઊજવવામાં આવી રહ્યા છે. આ તહેવારોની સાથે દેશનાં વિકાસનો તહેવાર પણ સતત ચાલી રહ્યો છે.
'આજે અહીંથી રૂ. 8 હજાર કરોડનાં વિકાસકામોનું ઉદઘાટન અને લોકાર્પણ થયું'
પીએમ મોદીએ (PM Narendra Modi,) આગળ કહ્યું કે, આજે અહીંથી રૂ. 8 હજાર કરોડનાં વિકાસકામોનું ઉદઘાટન અને લોકાર્પણ થયું છે, જેમાં રેલ, રોડ, મેટ્રો જેવા અનેક પ્રોજેક્ટ સામેલ છે. આજે નમો ભારત રેપિડ રેલ (Namo Bharat Rapid Rail) પણ શરૂ કરવામાં આવી છે. આજે ગુજરાતનાં હજારો પરિવાર પોતાના નવા ઘરમાં પ્રવેશ પણ કરશે. હું આ પરિવારોને શુભેચ્છા પાઠવું છું. પીએમ મોદીએ કહ્યું કે, આ વર્ષે ગુજરાતનાં અનેક વિસ્તારમાં એકસાથે અતિવૃષ્ટિ થઈ. ઇતિહાસમાં પહેલીવાર આટલી વ્યાપક અને અનરાધાર વરસાદ થતાં અનેક લોકોનાં જીવ ગયા છે. સાથે જ મોટું નુકસાન પણ થયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તાર અને પીડિત લોકોને દરેક સંભવ મદદ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - PM visit to Gujarat-ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ, મધુ ક્રાંતિ બાદ સૌરક્રાંતિની પણ પ્રણેતા બની
જરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે : PM
પીએમ મોદીએ કહ્યું કે, વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લીધા પછી હું પહેલીવાર ગુજરાત આવ્યો છે. ગુજરાત (Gujarat) મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. દીકરો જ્યારે ઘરે આવીને આશીર્વાદ લે છે ત્યારે તેને નવી ઊર્જા મળે છે, તેનો ઉત્સાહ અને જોશ પણ વધી જાય છે. આટલી મોટી સંખ્યામાં તમે મને આશીર્વાદ આપવા આવ્યા તે માટે ખુબ ખુબ ધન્યવાદ. તેમણે કહ્યું કે, 60 વર્ષ પછી દેશની જનતાએ નવો ઇતિહાસ રચ્યો છે. એક સરકારને સતત ત્રીજી વખત દેશની સેવા કરવાની તક આપી છે. આ ભારતનાં લોકતંત્રની મોટી ઘટના છે.
આ પણ વાંચો - Ahmedabad : GMDC ગ્રાઉન્ડમાં જનમેદની, PM મોદીએ 8 હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ આપી
'છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ. મારી મજાક ઉડાવવામાં આવી'
પીએમ મોદીએ કહ્યું કે, મેં કહ્યું હતું કે, ત્રીજા ટર્મનાં પહેલા 100 દિવસમાં દેશ માટે અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે. છેલ્લા 100 દિવસમાં મેં રાત-દિવસમાં જોયા નહીં અને 100 દિવસનાં અજેન્ડાને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી. દેશ હોય કે વિદેશ જે પણ પ્રયાસ કરવાનાં હતા તે કર્યા. પીએમએ કહ્યું કે, છેલ્લા 100 દિવસમાં દેશમાં ઘણી વાતો થઈ. મારી મજાક ઉડાવવામાં આવી. અનેક તર્ક-વિતર્ક થયા. લોકો પણ હેરાન હતા કે મોદી કેમ ચુપ છે ? પીએમ મોદીએ કહ્યું કે, હું સરદાર પટેલની ભૂમિથી જન્મેલો દીકરો છું. મેં નક્કી કર્યુ હતું કે હું કોઈને પણ જવાબ નહીં આપુ. દરેક મજાક સહન કરીને એક લક્ષ્ય સાથે 100 દિવસ સુધી દેશહિત માટે નીતિ અને નિર્ણય લેવા માટે જ કામ કર્યું. દેશનાં તમામ વર્ગનાં કલ્યાણની ગેરેન્ટી નક્કી કરી.
આ પણ વાંચો - Gandhinagar : RE-INVEST-2024 માં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- PM મોદી એવા વિઝનરી નેતા છે જે હંમેશાં..!