ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad: સાઉથ બોપલમાં નવ પરિણીતાએ કરી આત્મહત્યા, પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી

Ahmedabad: અમદાવાદ શહેરમાં હવે ઘરેલું હિંસાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરમાં લોકો નાની નાની વાતોમાં આત્મહત્યા કરી લેવા હોય છે. અત્યારે પણ એક આવી જ ઘટના સામે આવી છે. અમદાવાદ ( Ahmedabad)...
11:14 PM Jul 09, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad Nine married women committed suicide

Ahmedabad: અમદાવાદ શહેરમાં હવે ઘરેલું હિંસાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરમાં લોકો નાની નાની વાતોમાં આત્મહત્યા કરી લેવા હોય છે. અત્યારે પણ એક આવી જ ઘટના સામે આવી છે. અમદાવાદ ( Ahmedabad) શહેરના સાઉથ બોપલ (South Bhopal) ની ન્યૂ સાઉથ વિન્ડ્સ સોસાયટીમાં નવ પરિણીતાએ આત્મહત્યા (suicide) કરી હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે સાંજે 5:30 થી 06:00 વાગ્ય ના અરસાની ઘટના બની છે.

ડિમ્પલ જોબનપુત્રા મૂળ રીતે સુરતના રહેવાસી છે

વિગતે વાત કરવામાં આવે તો, ડિમ્પલ જોબનપુત્રા મૂળ રીતે સુરતના રહેવાસી છે. મહત્વની વાત તો એ છે કે, ડિમ્પલના અષાઢી બીજના દિવસે લગ્ન થયા છે. જો કે, મોટી વાત તો એ છે કે, ઘટના સમયે પતિ આકાશ જયંતીભાઈ ઘટના સમયે ઘરે હાજર નહોતા. ઘરે કોઈ હાજર નહોતા ત્યારે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ (Bhopal police) ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી દીધી છે.

બોપલ પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ હાથ ધરાઈ

નોંધનીય છે કે, બોપલ પોલીસ દ્વારા ઘટના સ્થળ તથા 12 માં માળે તપાસ કરવામાં આવી રહી છે. બોપલ પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરાઈ રહી છે. આખરે શા માટે આત્મહત્યા કરી છે? તે બાબતે હજી કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. દિવસેને દિવસે અત્યારે આત્મહત્યાના બનાવો ખુબ વધી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારોમાં હવે લોકોની સહન શક્તિ ખુબ જ ઓછી થઈ ગઈ છે.  અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ એક બાજુ હત્યા અને બીજી બાજુ આત્મહત્યાના બનાવો બની રહ્યા છે.  વિગતે વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં શહેરમાં 5 હત્યાના બનાવો સામે આવ્યા છે. જો કે, પોલીસે સામે કાર્યવાહી પણ કરી હતી.

આ પણ વાંચો: Gondal: એક-બે નહીં પણ આઠ વેપારીઓ સાથે છેતરપિંડી! રૂપિયા 18.84 કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર

આ પણ વાંચો: Bharuch: Gujarat First નું મેગા ઓપરેશન! ભરૂચ જિલ્લાના પાણીપુરીના સ્વાદ પ્રેમીઓ માટે ચોંકાવનારા દ્રશ્યો

આ પણ વાંચો: Dabhoi સબ રજીસ્ટારની કચેરી ડભોઈની ઘોર બેદરકારી સામે આવી, આના માટે જવાબદાર કોણ?

Tags :
AhmedabadAhmedabad Latets NewsAhmedabad NewsAhmedabad Nine married women committed suicideCrime NewsGujarati NewsLatest Gujarati Newslocal newsNine married women committed suicideVimal Prajapati
Next Article