Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News : ગુજરાતમાં હવે UP થી ડ્રગ્સ આવવા લાગ્યું, SOG એ 2 KG નું MD પકડ્યું

રાજ્યમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. SOG ક્રાઇમે અમદાવાદમાંથી 2 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું છે. ST બસમાં ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી. કુલ બે કરોડની કિંમતનું 2 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. UP થી ડ્રગ્સનો જથ્થો લઈને...
ahmedabad news   ગુજરાતમાં હવે up થી ડ્રગ્સ આવવા લાગ્યું  sog એ 2 kg નું md પકડ્યું
Advertisement

રાજ્યમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. SOG ક્રાઇમે અમદાવાદમાંથી 2 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું છે. ST બસમાં ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી. કુલ બે કરોડની કિંમતનું 2 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. UP થી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા પેડલરની SOG ક્રાઈમે ધરપકડ કરી છે.

મળતી જાણકારી અનુસાર, આરોપી પેડલરનું નામ મહેશ રામસરણ નિષાદ હોવાનું સામે આવ્યું છે. આરોપી પેડલર UP નો આંબેડકર જિલ્લાનો રહેવાસી છે. જેણે ધોરણ 5 સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપી મહેશ મજૂરી અર્થે મહારાષ્ટ્ર ગયો હતો. ત્યાં તેનો સદામ નામના સપ્લાયર સાથે મૂલાકાત થઈ હતી. અને સદામ પણ UP ના બહેરોઈ જિલ્લાનો રહેવાસી છે.

Advertisement

સુત્રો દ્વારા વધુ જાણકારી મળી છે કે, આરોપી મહેશ UP થી ડ્રગ્સ લઈને પહેલા જયપુર ગયો હતો અને ત્યાંથી મહાવીર ટ્રાવેલ્સમાં અમદાવાદના મેમ્કો પહોંચ્યો હતો. જે બાદ ત્યાંથી તે રિક્ષાથી ગીતા મંદિર પહોંચ્યો હતો. જાણવા મળ્યું છે કે, આરોપી મહેશ આ પહેલા 7 થી 8 વખત આવી ટ્રીપ મારી ચૂક્યો છે. અને દરેક ટ્રીપમાં તેને 50,000 થી વધુ રૂપિયા મળતા હતા.

Advertisement

મળતી જાણકારી અનુસાર, આ ડ્રગ્સનો જથ્થો ઉત્તર પ્રદેશથી લઈને આવતો હોવાની વિગતો છે, તેમજ આ મુદ્દામાલ સાથે એક યુપીના પેડલરની પણ ધરપકડ કરાઈ છે. આ વ્યક્તિ અમદાવાદ ડ્રગ્સ ડિલિવરી કરવા આવતા ઝડપાયો છે. ST બસમાં MD ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી જેને લઈ તપાસ હાથ ધરતા ગીતા મંદિર નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. 2 કિલો ડ્રગ્સ અંદાજે 2 કરોડની કિંમતનું હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છના દરિયાકાંઠેથી પણ ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત

તમને જણાવી દઈએ કે, કચ્છમાં છેલ્લા 5 દિવસમાં 140થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવતાં એજન્સીઓ એલર્ટ પર છે, આમ દરિયા કિનારેથી ચરસ અને નશીલા પદાર્થો બિન વારસી હાલતમાં મળી આવવાનો સિલસિલો યથાવત છે.

કચ્છમાં 8 ઓગસ્ટે પણ મુન્દ્રા પોર્ટ પરથી DRIએ કન્ટેનરમાં લાકડાની આડમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરીને 10.50 કરોડનું 1.4 કિલો કોકેઈન ઝડપી પાડ્યું હતું. તો અગાઉ પણ અનેક વખત ચરસના પેકેટ BSFના સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા હતા. કચ્છના જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. કચ્છમાં દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સની ઘુષણખોરી કરવામાં આવી રહી છે. જેને જોતા બીએસએફ પણ એલર્ટ પર છે.

આ પણ વાંચો : ISKCON Bridge Accident Case : પ્રજ્ઞેશ પટેલના જામીન ફગાવતી કોર્ટ 

Tags :
Advertisement

.

×