Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad News : મણિનગર વિસ્તારમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, પોલીસે આરોપીને દબોચ્યો

રાજ્યમાં અનેક વખત શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક વખત અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. મણિનગર વિસ્તારમાં રહેતા અને થલતેજ ખાતે એક ખાનગી સંસ્થામાં ભણાવતા શિક્ષક શ્રેય મિસ્ત્રીની...
ahmedabad news   મણિનગર વિસ્તારમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના  પોલીસે આરોપીને દબોચ્યો
રાજ્યમાં અનેક વખત શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક વખત અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. મણિનગર વિસ્તારમાં રહેતા અને થલતેજ ખાતે એક ખાનગી સંસ્થામાં ભણાવતા શિક્ષક શ્રેય મિસ્ત્રીની કરતૂત સામે આવી છે. શ્રેય મિસ્ત્રી શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી એલન ઇન્સ્ટટયૂટમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શ્રેય મિસ્ત્રી છેલ્લા 15 દિવસથી ત્યાંજ ભણતી 12 વર્ષીય સગીરાને મેસેજ કરીને બિભસ્ત માંગણી કરતો હોય તેવા આરોપો લગાડવામાં આવ્યા છે.
મણિનગર વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરા પણ થલતેજ ખાતે આવેલા એલન ઇન્સ્ટટયૂટમાં ધોરણ 7 માં અભ્યાસ કરતી હતી. ગત જુન મહિનામાં 25 તારીખથી લઈને 10 જુલાઈ સુધી સતત શ્રેય મિસ્ત્રી વોટ્સએપ અને સ્નેપચેટનો ઉપયોગ કરીને એલન ઇન્સ્ટટયૂટમાં અભ્યાસ કરતી 12 વર્ષીય સગીરાને મેસેજ કરીને બિભસ્ત માંગણી કરતો હતો. સતત 15 દિવસ સુધી શ્રેય દ્વારા ગંદા મેસેજ અને બિભસ્ત ફોટોની માંગણી કરતો હતો.
15 દિવસ બાદ સગીરાએ માતાને જાણ કરતા પરિવાર દ્વારા શિક્ષકને ફોન કરીને સમજાવવામાં પણ આવ્યો હતો પરંતુ તેમને પણ ફોન પર ધમકીઓ આપી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મણિનગર પોલીસે ફરિયાદની ગંભીરતા ધ્યાને લેતા તાત્કાલિક શિક્ષક શ્રેય મહેતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : પ્રદિપ કચીયા, અમદાવાદ
આ પણ વાંચો : Panchmahal News : ખાનગી કંપનીઓ દ્વારા દિવેલાનો ભાવ ઓછો જાહેર કરતા ખેડૂતોમાં ભારે રોષ
Advertisement
Tags :
Advertisement

.