ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Ahmedabad : બોપલમાં 'Hit and Run' કેસમાં 'ગુમ' મિલાપ શાહ સ્વિફ્ટ કારમાંથી ઝડપાયો

બોપલમાં 'હિટ એન્ડ રન'ની ઘટનામાં પિતાની ધરપકડ 17 વર્ષીય નબીરાએ સિક્યોરિટી ગાર્ડને અડફેટે લીધો હતો આરોપી સગીર વયનો હોવાથી પિતાની સામે ફરિયાદ ફરાર પિતા મિલાપ શાહની આખરે ધરપકડ બોપલ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ! અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં...
05:23 PM Sep 19, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage
  1. બોપલમાં 'હિટ એન્ડ રન'ની ઘટનામાં પિતાની ધરપકડ
  2. 17 વર્ષીય નબીરાએ સિક્યોરિટી ગાર્ડને અડફેટે લીધો હતો
  3. આરોપી સગીર વયનો હોવાથી પિતાની સામે ફરિયાદ
  4. ફરાર પિતા મિલાપ શાહની આખરે ધરપકડ
  5. બોપલ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ!

અમદાવાદનાં (Ahmedabad) બોપલ વિસ્તારમાં બનેલ 'હિટ એન્ડ રન'ની (Hit and Run) ઘટના મામલે અંતે પોલીસે આરોપી મિલાપ શાહની ધરપકડ કરી છે. 14 મી સપ્ટેમ્બરનાં રોજ મિલાપ શાહનાં સગીર વયનાં દીકરાએ બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર ચલાવતા સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો, જેમાં ગાર્ડનું મોત થયું હતું. અકસ્માત કરનાર આરોપી 17 વર્ષની ઉંમરનો હોવાથી કાયદા પ્રમાણે તેના પિતા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabad: બોપલમાં Hit and Run ની ઘટના, CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ

કોર્ટનાં હુકમ બાદ ફરિયાદમાં પિતાનું નામ સામેલ કરાયું

જો કે, સગીર વયનાં દીકરાની અટકાયત બાદ તેના પિતા સામે ફરિયાદમાં નામ ઉમેરવા માટે પોલીસ ઠાગાઠૈયા કરતી હોવાની બાબત પણ સામે આવી હતી. જે બાદ બોપલ પોલીસ સ્ટેશનની (Bhopal Police Station) કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા હતા અંતે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટની પરવાનગીનાં આધારે તેના પિતા મિલાપ શાહનું નામ ફરિયાદમાં ઉમેરવા માટે કોર્ટે (Gujarat High Court) મંજૂરી આપી હતી, જેના આધારે તેનું નામ ફરિયાદમાં દાખલ થયું અને મિલાપની ધરપકડ થઈ.

આ પણ વાંચો - Bhavnagar : વીજ વિભાગની જીપે અકસ્માત સર્જ્યો, બે યુવકોનાં કમકમાટીભર્યાં મોત

પોલીસની કામગીરી સામે અનેક સવાલ

આશ્ચર્યની વાત એ છે કે 'હિટ એન્ડ રન' જેવા ગંભીર અકસ્માત બન્યા બાદ અત્યાર સુધી ગાયબ રહેલો મિલાપ શાહ (Milap Shah) પોલીસે 'સરળતાથી' ઝડપી પાડ્યો છે. પોલીસનો દાવો છે કે મિલાપ શાહ બોપલ-આમલી રોડ પાસે સ્વિફ્ટ કારમાં હતો એ દરમિયાન પોલીસે માહિતી મળી અને તેની ધરપકડ કરી લીધી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતની ઘટના પછી મિલાપ શાહ મિત કેમિકલ નામની ફેક્ટરી (Ahmedabad) નજીક સંતાયો હતો. એ પછી તેના સગાં-સંબંધીઓનાં ઘરે પણ નાસ્તો ફરતો હતો.

અહેવાલ : અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો - Modasa: ST Bus માં મુસાફર મહિલાએ મહિલા Conductor ને માર માર્યો, Video થયો Viral

Tags :
AhmedabadBhopal Police StationBopal PoliceGujarat FirstGUJARAT FIRST NEWSGujarat High CourtGujarati Newshit and runLatest Gujarati NewsMercedes car accidentMILAP SHAHroad accident